Healthy Food Tips for Children: સ્થૂળતા કોઈ નવી બીમારી નથી પરંતુ આ લાઈફસ્ટાઈલથી જોડાયેલી બીમારી છે. જો તમારી લાઈફસ્ટાઈલ યોગ્ય રહેશે તો આ ક્યારેય નહીં થાય અને જો તમારી લાઈફસ્ટાઈલ સુસ્ત છે કે ખરાબ છે તો ટૂંક સમયમાં આ તમને ઘેરી લેશે. યુવાનોની સાથે-સાથે બાળકોમાં વધતી સ્થૂળતા પણ માતા-પિતા માટે એક મોટો ચિંતાનો વિષય છે કેમ કે આજકાલ નાના-નાના બાળકોનું પણ વજન ખૂબ વધુ હોય છે. બાળકોને બાળપણથી જ બેલેન્સ અને હેલ્ધી ડાયટ જો આપવામાં આવે અને તેમને હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે જણાવવામાં આવે તો તેમનું વજન પણ જળવાઈ રહેશે અને હેલ્ધી પણ રહેશે.
હેલ્ધી અને બેલેન્સ ડાયટ આપો
બાળકોને ભરપૂર પ્રમાણમાં શાકભાજીઓ, ફળ અને અનાજ ખવડાવવું જોઈએ. સાથે જ તેમને પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવડાવવું જોઈએ. હંમેશા જોર આપો કે પરિવારની સાથે મળીને જમવું જોઈએ અને ભોજન કરતી વખતે સ્ક્રીન ઓન હોવી જોઈએ નહીં જેથી તે ભોજનને લઈને એલર્ટ રહે. બાળકોને ભોજનના ભાગ, ભોજનનો સ્વાદ, બનાવટ અને પેટ ભરી જવા પર શરીરને શું સંકેત મળે છે, તેને સમજવા દો.
આજકાલના ઘણા પેરેન્ટ્સ બાળકોને ડબ્બાબંધ વાળી વસ્તુઓ ખાવા આપી દે છે જે ખોટું હોય છે. તેમાં ઘણા પ્રમાણમાં પ્રિજર્વેટિવ મિક્સ હોય છે જે શારીરિક સમસ્યાઓ પેદા કરી શકે છે. જ્યારે બાળકો જંક ફૂડ માગે તો માતા-પિતાએ ના પાડવાનું શીખવું જોઈએ. સ્ક્રીન અને ખાવાની દુકાનો પર એટલી લાલચ ભરી જાહેરાતો આવે છે જે તમારા માટે એક ચેલેન્જ હોઈ શકે છે પરંતુ જો તમે આજે તેનાથી ઉકેલ મેળવવાનું શીખી જશો તો આગળની સમસ્યા થશે નહીં.
ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન આપો
ઘણી વખત જોવામાં આવે છે કે જ્યારે બાળક કોઈ વાતની જિદ કરે છે તો પેરેન્ટ્સ મોબાઈલ પકડાવી દે છે કે પછી ટીવી ઓન કરી દે છે. તમારે આ જ બાબતોથી બચવાનું છે. તેના બદલે બાળકને ફિઝિકલ એક્ટિવિટી તરફ મોટિવેટ કરવા જોઈએ. જેમાં દોડવું, કૂદવું, સાઈકલિંગ, તરવું વગેરે જેવી રમત સામેલ હોઈ શકે છે.
સ્ક્રીન ટાઈમ વધારવાથી અને ફિઝિકલ એક્ટિવિટી ઘટાડવા બાળકની ફિઝિકલ હેલ્થ પર ખોટી અસર પડી શકે છે. જ્યારે બાળકોના વિકાસની ઉંમર હોય તો તેને ગ્રાઉન્ડમાં કે ઘરમાં રમવા માટે કહો. આ તેના મગજ અને હેલ્થ પર સારી અસર નાખશે.
સારી આદતો પાડો
લિમિટ સ્ક્રીન ટાઈમ, સમયસર સૂવું, સમયસર જમવું, ન્હાવું જેવી જે પણ ટેવ બાળકોમાં તમે શરૂથી પાડશો તે ભવિષ્યમાં ખૂબ લાભદાયી સાબિત થશે. જો તમારું બાળક આ બાબતો માટે પોઝિટિવ રિસ્પોન્સ આપતું નથી તો તમે કોઈ એક્સપર્ટની પણ સલાહ લઈ શકો છો.