300 પાર થઈ જતું હોય બ્લડ શુગર તો અપનાવો આ 5 ઘરેલુ નુસખા, કંટ્રોલમાં આવી જશે શુગર
ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય તો તે ચિંતાજનક સ્થિતિ હોય છે. બ્લડ સુગર વધી જાય તો ડાયાબિટીસના દર્દીઓને ઘણી બધી સમસ્યા થઈ શકે છે. આહારમાં ફેરફાર થવાના કારણે ઘણી વખત બ્લડ સુગર વધી જતું હોય છે. આ સ્થિતિમાં તમે ઘરે કેટલાક સરળ ઉપાય કરીને ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો.
બ્લડ સુગર વધ્યું હોવાના લક્ષણ
બ્લડ શુગર જો વધી ગયું હોય તો વ્યક્તિને અચાનક થાક લાગે છે અને માથાનો દુખાવો થવા લાગે છે. આ સિવાય ધૂંધળું દેખાય છે અને શ્વાસની સમસ્યાઓ પણ થાય છે. આવા લક્ષણ જણાય તો તુરંત જ બ્લડ શુગર ચેક કરવું જોઈએ અને જો શુગર વધારે હોય તો આ પ્રકારના ઉપાય કરી શકાય છે.
આમળાનો જ્યુસ પીવો
એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપુર આમળાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસમાં બ્લડ શુગરને મેનેજ કરવું સરળ થાય છે આમળાનું જ્યુસ પી લેવાથી બ્લડ સુગર કંટ્રોલમાં આવી શકે છે
મેથીનું પાણી
જો કોઈ વ્યક્તિનું બ્લડ શુગર લેવલ નિયમિત રીતે વધારે રહેતું હોય તો તેને સવારના સમયે ખાલી પેટ મેથીનું પાણી પીવું જોઈએ મેથીનું પાણી પીવાથી કંટ્રોલ રાખવામાં મદદ મળે છે
યોગ્ય સમયે દવા લેવી
ઘણી વખત બ્લડ શુગર લેવલ વધી જવાનું કારણ હોય છે કે યોગ્ય સમયે દવા લેવામાં ન આવે. ડાયાબિટીસ હોય તેમણે દવા અથવા તો ઇન્સ્યુલિન સમયે સમયે લઈ લેવા જોઈએ. આવું કરવાથી બ્લડ સુગર સ્પાઇક થતું નથી.