કબજિયાતનો ઘરેલુ ઉપચાર

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

કબજિયાત સમસ્યામાં આપશે રાહત, સવારે ખાલી પેટ આ 3 વસ્તુ મિક્ષ કરી ખાવાથી થશે ફાયદા
કબજિયાત માટે ત્રણેયને આયુર્વેદમાં પણ ઔષધ માનવામાં આવે છે. સવારે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આજના સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની આદતો બદલાઈ ગઈ છે, એવી થઈ ગઈ છે કે લોકો સામાન્ય રીતે પેટ સંબંધિત બીમારીઓનો શિકાર બને છે. કબજિયાતની વાત કરીએ તો લોકોને ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ કબજિયાતથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં તુલસી, લીમડો અને મધ વિષે વાત કરી છે જે તમને કબજિયાત જેવી સમસ્યામાં કેવી રીતે રાહત આપવામાં મદદ કરે છે.

- Advertisement -

તુલસી, લીમડો અને મધ ત્રણેયને આયુર્વેદમાં પણ ઔષધ માનવામાં આવે છે. સવારે તુલસી, લીમડો અને મધ મિક્સ કરીને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કબજિયાત ઘરેલુ ઉપચાર
લીમડા અને તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિમાઈક્રોબાયલ ગુણો જોવા મળે છે અને મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે શરીરને રાહત આપે છે. આ ત્રણેયના સેવનથી શરદી, ઈન્ફેક્શન અને ફ્લૂથી બચાવ થઈ શકે છે.
તુલસીમાં રહેલા તત્વો તેને કબજિયાતથી રાહત અપાવવામાં ફાયદાકારક બનાવી શકે છે. તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી અપચો અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. આને ખાવાથી ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓથી બચી શકાય છે. દરરોજ તેનું સેવન કરવાથી સવારે પેટ સરળતાથી સાફ થાય છે.
લીમડો શરીરની ગંદકીને સાફ કરવામાં મદદ કરી શકે છે, તુલસી લીવરને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને મધ શરીરને ભેજયુક્ત રાખવામાં મદદ કરી શકે છે. આ ત્રણનું સેવન શરીરને સુંદર અને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
આ રીતે કરો સેવન

- Advertisement -

4-5 તાજા તુલસીના પાન સવારે ખાલી પેટ ચાવી શકો છો.
તમે 5-7 તુલસીના પાનને પાણીમાં ઉકાળીને, તેમાં થોડું આદુ અને મધ ઉમેરીને ચા બનાવી શકો છો.
તુલસીના 8-10 પાનને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને પી લો.

Share This Article