કબજિયાતના ઘરગથ્થુ ઉપાયો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

કબજિયાતના કારણે હાલત છે ખરાબ ? તો આ ફુડ તમારા માટે છે રામબાણ, ખાવાથી પેટને થશે રાહત
કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે દૈનિક આહારમાં એવી વસ્તુઓ લેવી જોઈએ જે ફાયબરથી ભરપુર હોય. આ સિવાય 3 વસ્તુ એવી પણ છે જેને ખાવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. આ 3 વસ્તુ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

કબજિયાત પાચન સંબંધિત ગંભીર સમસ્યા છે. જેનું કારણ અનહેલ્ધી ખોરાક, દવા કે અન્ય શારીરિક અવસ્થા હોય શકે છે. આ સિવાય દિનચર્યા બદલવાથી પણ કબજિયાત થઈ શકે છે. જે લોકો ફાયબરયુક્ત આહારનું સેવન નથી કરતા તેમને પણ કબજિયાત થઈ જાય છે. ફાઈબરયુક્ત આહાર લેવાની સાથે પુરતા પ્રમાણમાં પાણી લેવું પણ જરૂરી છે. આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મળે છે.

- Advertisement -

આ 3 વસ્તુઓ મટાડશે કબજિયાત

અંજીર

- Advertisement -

અંજીર ફાઈબર, ઝિંક, આયરન, મેગ્નેશિયમ અને વિટામિન બીથી ભરપુર હોય છે. સુકા અંજીર શિયાળામાં સરળતાથી મળી રહે છે. શિયાળામાં અંજીર ખાવાથી લાભ થાય છે. 1 કે 2 અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે તેને ખાઈ પલાળેલું પાણી પણ પી જવું. આ સિવાય રાત્રે દૂધમાં અંજીર ઉકાળીને પણ પી શકાય છે. પરંતુ દિવસમાં 2 અંજીરથી વધારે અંજીર ન ખાવા.

અળસીના બી

- Advertisement -

અળસીના બી ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને અન્ય પોષકતત્વોથી ભરપુર હોય છે. આ બી ફાઈબરનો પાવરહાઉસ છે. એક ચમચી અળસીના બીમાં 2 ગ્રામ ફાયબર હોય છે. આહારમાં અળસીના બી સામેલ કરવાથી કબજિયાતથી રાહત મળે છે.

સફરજન

રોજ એક સફરજન ખાય તેને ડોક્ટર પાસે ન જાવું પડે… આ વાત તો તમે પણ સાંભળી હશે. સફરજન પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં ફાઈબર, વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. તેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે. સફરજન ખાવાથી કબજિયાત મટી શકે છે અને સાથે જ હાર્ટની હેલ્થ પણ સુધરે છે.

Share This Article