પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, ટુકડા થઈ નીકળી શકે છે બહાર
પિત્તની થેલીમાં પથરી એટલે કે પિત્તાશયમાં પથરી થઈ હોય ત્યારે શરીરમાં જે શરુઆતમાં લક્ષણો દેખાય છે તેને તમે નેચરલ ઉપાયની મદદથી દુર કરી શકો છો. આજે તમને લીંબુના રસનો સરળ ઉપાય જણાવીએ જે પથરીમાં લાભ કરે છે.
પિત્તાશયમાં પથરી એટલે કે પિત્તની થેલીમાં પથરી ખતરનાક અને પીડાદાયક હોય છે. આ પથરી ત્યારે થાય છે જ્યારે પિત્તમાં કોલેસ્ટ્રોલ અથવા તો બીલીરૂબીનની માત્રા હદ કરતાં વધારે હોય. તેના કારણે પિત્તની થેલીમાં નાની નાની પથરી થઈ શકે છે. પિત્તાશયની પથરીને બહાર કાઢવા માટે સામાન્ય રીતે ઓપરેશન સરળ ઉપચાર છે. પરંતુ આ પથરીના કારણે દુખાવો, એસીડીટી અને પેટના ગેસની સમસ્યા પણ રહે છે. જો તમે આ તકલીફોને દૂર કરવા માંગો છો તો ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરો. યોગ્ય ડાયટની પસંદગી કરીને પિત્તની કોથળીમાં થયેલી પથરીથી રાહત મેળવી શકાય છે.
પિત્તની થેલીમાં થતી પથરીની પરેશાનીને ઘટાડવા માટે તમે નેચરલ ઉપાયની મદદ લઈ શકો છો. જેમાં લીંબુ સૌથી અસરકારક સાબિત થાય છે. લીંબુનો રસ પિત્તની થેલીમાં થયેલી પથરીને સંપૂર્ણપણે દૂર કરી દે તેવું નથી પરંતુ પથરીના કારણે થતી સમસ્યાઓને ઘટાડી શકાય છે. અહીં એ વાતની પુષ્ટિ કરવામાં નથી આવતી કે લીંબુના રસથી પિત્તની થેલીની પથરી બહાર નીકળી જાય છે. પરંતુ ગોલ બ્લેડરમાં પથરી થઈ હોય તે દરમિયાનના લક્ષણોને લીંબુનો રસ પીને ઘટાડી શકાય છે.
લીંબુનો રસ અને મધ
પિત્તાશયમાં થયેલી પથરીની શરુઆતની સમસ્યાને દૂર કરવા માટે મધ સાથે લીંબુનો રસ લઈ શકાય છે. તેના માટે એક ચમચી લીંબુના રસમાં થોડું મધ મિક્સ કરવું. તેને હુંફાળા પાણી સાથે પી લેવું. લીંબુ અને મધનું સેવન કરવાથી આ સમસ્યા ઘણી હદે ઘટી શકે છે.
ગોલ્ડ બ્લેડર સ્ટોન હોય તો દિવસમાં બેથી ત્રણ વખત લીંબુનો રસ આ રીતે પી શકાય છે. જોકે સવારે ખાલી પેટ આ રીતે લીંબુનો રસ પીવો શરીર માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.