હાડકા મજબૂત હશે તો જ શરીર મજબૂત ગણાશે. હાડકાને મજબૂત રાખવા સૌથી વધારે મહત્વનું કેલ્શિયમ હોય છે.

newzcafe
By newzcafe 3 Min Read

આજથી જ ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ અને હાડકા મજબૂત રાખો


આજથી જ ભોજનમાં સામેલ કરો આ વસ્તુઓ અને હાડકા મજબૂત રાખો 


હાડકા મજબૂત હશે તો જ શરીર મજબૂત ગણાશે. હાડકાને મજબૂત રાખવા સૌથી વધારે મહત્વનું કેલ્શિયમ હોય છે. જો કેલ્શિયમની ઉણપ હશે તો મોટી નહીં નાની ઉંમરે પણ શરીર ઢીલું પડશે અને હાડકા નબળા રહી જશે. આથી કેલ્શિયમનો આહારમાં નિયમિત સમાવેશ જરૂરી છે. દૂધમાં તો કેલ્શિયમ હોય જ છે, પણ આજે અમે તમને બીજી એવી વસ્તુ પણ સજેસ્ટ કરશું જે તમને સારા પ્રમાણમાં કેલ્શિયમ આપે.


સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે, કેલ્શિયમ શરીર માટે કેમ જરૂરી છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) રિપોર્ટ અનુસાર, હાડકા અને દાંતની મજબૂતી અને વિકાસ માટે જરૂરી આ પોષકતત્વ શરીરના અન્ય કામકાજમાં પણ સહાયક છે. કેલ્શિયમ માસપેશીઓના સંકોચન, નર્વ ટ્રાન્સમિશન, બ્લડ ક્લોટિંગ અને સેલ્યુલરકોમ્યૂનિકેશન માટે જરૂરી છે. જો કેલ્શિયમની ઉણપ થાય તો માત્ર હાડકા જ કમજોર થાય છે તેવું નથી, ઉંમરની સાથે ફ્રેક્ચર અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ વધે છે.


પનીરઃ


પનીર અને ડેરી પ્રોડક્ટ્સમાં સોડિયમ, કેલ્શિયમ, પ્રોટીન, ઝીંક અને વિટામિન એ મળી રહે છે. પનીરના સેવનથી હાડકા મજબૂત બનવાની સાથે બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. માત્ર 100 ગ્રામ પનીરમાં 42 ટકા કેલ્શિયમ હોય છે.


બદામઃ


બદામ સૌથી હેલ્ધી નટ્સમાંથી એક છે. દરરોજ એક મુઠ્ઠી બદામ ખાવાથી યોગ્ય માત્રાામં પોષકતત્વો મળી રહે છે. માત્ર 30 ગ્રામ બદામમાં 76 મિલીગ્રામ કેલ્શિયમ મળી શકે છે. કેલ્શિયમ ઉપરાંત વિટામિન ઇ, મેગ્નેશિયમ, ફાઇબરથી ભરપૂર મુઠ્ઠીભર બદામ હાડકાને મજબૂત બનાવે છે, ઇમ્યૂન સિસ્ટમને હેલ્ધી રાખે છે અને પાચનતંત્રમાં સુધાર લાવે છે.


​દહીંઃ


લગભગ સૌને ખબર છે કે દરરોજ દહીં ખાવાથી તમને યોગ્ય માત્રામાં કેલ્શિયમ મળી શકે છે. તેમાં હાડકાને મજબૂત બનાવવા માટે જરૂરી પ્રોબાયોટિક્સ પણ મળી રહે છે, જે આતરડાંના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. હાડકાની સાથે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે દરરોજ 1 કટોરી દહીં ખાવ. આનાથી અંદાજિત 300 મિલીગ્રામ કેલ્શિયમ મળી રહે છે.


​સોયા મિલ્કઃ


જે લોકો ગાય-ભેંસનું દૂધ નથી પી શકતા તેમના માટે કેલ્શિયમ મેળવવા માટે સોયા મિલ્ક ઉત્તમ સોયા મિલ્ક લેક્ટોઝ-ઇન્ટોલરન્સ લોકો માટે સારો વિકલ્પ છે. તે પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે અને હીમોગ્લોબિન લેવલને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.


​લીલા પાંદડાવાળા શાકભાજીઃ


લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે, કેળ, પાલક  પોષકતત્વોના પાવરહાઉસ ગણાય છે. તેમાં પોટેશિયમ, આયર્ન અને વિટામિન સી ઉપરાંત કેલ્શિયમ પણ રહેલું છે. કેલ્શિયમથી ભરપૂર આ તમામ શાકભાજી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે અને હાડકાં તેમજ માસપેશીઓના દુઃખાવામાં પણ રાહત આપે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરની માહિતી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે, તેમ છતાં તમે તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તો તે વધારે સલાહભર્યું છે.

Share This Article