5 Things Never Store In Fridge: ફ્રિજ દરેક વસ્તુ માટે સલામત સ્થળ નથી. કેટલીક વસ્તુઓ ઠંડા વાતાવરણમાં પોતાની તાજગી અને સ્વાદ ગુમાવી દે છે. ભારતીય મહિલાઓ રસોડામાં ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક બનાવે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈપણ વાનગી બચે છે તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે જેથી તેનો બાદમાં ઉપયોગ કરી શકાય. બીજી તરફ મોટા ભાગની શાકભાજી પણ ફ્રિજમાં સ્ટોર કરતી હોઈ છે. જોકે, ક્યારેક કેટલીક વસ્તુઓ ફ્રીજમાં રાખવાની નથી હોતી. તો આજે અમે તમને અહીં 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ભૂલથી પણ ફ્રીજમાં રાખવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે.
1. ટામેટા
ટામેટાને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સડી જાય છે. ઠંડકના કારણે તેનો સ્વાદ પણ બદલાય જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ ટામેટા ફ્રીજમાં રાખો છો તો હવે તેને ફ્રિજમાં રાખવાનું બંધ કરી દો.
2. બટાકા
બટાકાને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં ફેરવાઈ જાય છે, જેનાથી તેનો સ્વાદ અને તેની બનાવટ ખરાબ થઈ જાય છે. તેને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવું વધુ સારું છે.
3. ડુંગળી
ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી નરમ અને ભીની થઈ જાય છે. આવી સ્થિતિમાં ડુંગળીને ફ્રીજમાં રાખવાનું બંધ કરો. તેને સૂકી અને હવાની અવરજવર થાય તેવી જગ્યાએ રાખો.
4. લસણ
ભેજના કારણે લસણ ઝડપથી ખરાબ થઈ શકે છે. તેમાં ફૂગ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં લસણને ફ્રીજમાં રાખવાનું બંધ કરો. તેને સૂકી અને હવાની અવરજવર થાય તેવી જગ્યાએ રાખો.
5. બ્રેડ
બ્રેડને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સુકાઈ જાય છે અને તેનો સ્વાદ બદલાઈ જાય છે. જો તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તેને ફ્રીઝરમાં રાખી શકો છો. જો તમે આ વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર કરશો, તો તે લાંબા સમય સુધી સારી રહેશે અને તેના પોષક તત્વો પણ સુરક્ષિત રહેશે.