જમ્યા પછી ચાલવાના ફાયદા જાણો:

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 5 Min Read

જમ્યા પછી બેડ પર ચાદરની જેમ પથરાઈ જાવ છો ? હવે ન કરતાં આ ભુલ, દરેક મીલ પછી 15 મિનિટ ચાલવું જરુરી, જાણો શા માટે ?

મોટાભાગના લોકો જમ્યા પછી સીધા જ સોફા પર કે બેડ પર પથરાઈ જતા હોય છે. આ આદત જ સ્વાસ્થ્ય બગડવાની શરુઆત છે. જો તમે જમ્યા પછી વોક કરો છો તો શરીરમાં એનર્જી વધશે, શરીર ફિટ રહેશે અને હાર્ટ પણ હેલ્ધી રહેશે.

- Advertisement -

દિવસની શરૂઆત થાય ત્યારથી જ લોકોની દોડધામ પણ શરૂ થઈ જતી હોય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકોને દિવસમાં આરામ કરવાનો સમય ઓછો મળે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે જમ્યા પછી તુરંત જ બેડ પર ચાદરની જેમ પથરાઈ જાઓ.

મોટાભાગના લોકો જમ્યા પછી તુરંત જ આરામ કરવાનું પસંદ કરે છે. આ આદત શરીર માટે હાનિકારક સાબિત થાય છે અને ત્યાંથી જ બીમારીઓની પણ શરૂઆત થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન કર્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ ચાલવું જોઈએ. જો તમે 15 મિનિટ સુધી ચાલવાની આદત પાડો છો અને સુતા નથી તો શરીરમાંથી ઘણી બધી બીમારીઓ દવા વિના જ દૂર થવા લાગે છે.

- Advertisement -

જમ્યા પછી ચાલવાથી થતા ફાયદા

1. જો તમે જમ્યા પછી 10 થી 15 મિનિટ પણ ધીરે ધીરે ચાલો છો તો ડાઇજેશન એક્ટિવ રહે છે. વોક કરવાથી પાચનતંત્રને ભોજન પચાવવામાં મદદ મળે છે. ચાલવાથી શરીરમાં એવા એન્જાઈમ ઉત્પન્ન થાય છે જે ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાને ઘટાડે છે.

- Advertisement -

2. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે જમ્યા પછી ચાલવું જ જોઈએ. જમ્યા પછી બ્લડ સુગર લેવલ વધતું હોય છે જો જમ્યા પછી ચાલવામાં આવે તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો જમ્યા પછી 15 મિનિટ સુધી ચાલવામાં આવે તો બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે.

જમ્યા પછી બેડ પર ચાદરની જેમ પથરાઈ જાવ છો ? હવે ન કરતાં આ ભુલ, દરેક મીલ પછી 15 મિનિટ ચાલવું જરુરી, જાણો શા માટે ?
દિવસની શરૂઆત થાય ત્યારથી જ લોકોની દોડધામ પણ શરૂ થઈ જતી હોય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકોને દિવસમાં આરામ કરવાનો સમય ઓછો મળે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે જમ્યા પછી તુરંત જ બેડ પર ચાદરની જેમ પથરાઈ જાઓ.
મોટાભાગના લોકો જમ્યા પછી તુરંત જ આરામ કરવાનું પસંદ કરે છે. આ આદત શરીર માટે હાનિકારક સાબિત થાય છે અને ત્યાંથી જ બીમારીઓની પણ શરૂઆત થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન કર્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટ ચાલવું જોઈએ. જો તમે 15 મિનિટ સુધી ચાલવાની આદત પાડો છો અને સુતા નથી તો શરીરમાંથી ઘણી બધી બીમારીઓ દવા વિના જ દૂર થવા લાગે છે.

આ પણ વાંચો: પીળા દાંતને સાફ કરવા હોય તો ટૂથપેસ્ટમાં આ 5 માંથી કોઈ 1 વસ્તુ ઉમેરી બ્રશ કરવું

જમ્યા પછી ચાલવાથી થતા ફાયદા

1. જો તમે જમ્યા પછી 10 થી 15 મિનિટ પણ ધીરે ધીરે ચાલો છો તો ડાઇજેશન એક્ટિવ રહે છે. વોક કરવાથી પાચનતંત્રને ભોજન પચાવવામાં મદદ મળે છે. ચાલવાથી શરીરમાં એવા એન્જાઈમ ઉત્પન્ન થાય છે જે ગેસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાને ઘટાડે છે.

2. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે જમ્યા પછી ચાલવું જ જોઈએ. જમ્યા પછી બ્લડ સુગર લેવલ વધતું હોય છે જો જમ્યા પછી ચાલવામાં આવે તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો જમ્યા પછી 15 મિનિટ સુધી ચાલવામાં આવે તો બ્લડ સુગર સ્પાઇક થતું અટકે છે.

3. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે તો ક્યારેય જમ્યા પછી બેસવું કે સૂવું નહીં. જમ્યા પછી 15 મિનિટ ચાલી લેશો તો કેલેરી ઝડપથી બર્ન થશે અને મેટાબોલિઝમ બુસ્ટ થશે. ચાલવાથી શરીરમાં એક્સ્ટ્રા ચરબી જામતી નથી. ખાસ તો રાત્રે જમ્યા પછી ચાલવું જ જોઈએ.

4. રોજ જમ્યા પછી થોડી મિનિટ ચાલી લેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તેનાથી હૃદયની ગતિ પણ સામાન્ય રહે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનું જોખમ પણ ઘટી જાય છે.

5. જમ્યા પછી 10 થી 15 મિનિટ વોક કરી લેવાથી મગજને પણ તાજગી મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. જમ્યા પછી ચાલતી વખતે ઊંડા શ્વાસ ધીરે ધીરે લેવા. તેનાથી શરીરમાં ઓક્સિજનનો સંચાર સુધરે છે અને માનસિક શાંતિ વધે છે સાથે જ મૂડ પણ સારો થાય છે.

Share This Article