એલચીના પાણીથી થતા ફાયદા જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

રાત્રે પાણીમાં પલાળો 2 એલચી, સવારે ખાલી પેટ પી લેવું તેનું પાણી, શરીરની 4 સમસ્યાઓ દવા વિના થશે દુર
એલચી ગુણોનો ભંડાર છે. એલચી શરીર માટે ફાયદાકારક છે. જો તેને યોગ્ય રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે તો તેનાથી થતા ફાયદા જોઈને તમે પણ ચોંકી જશો.

ભારતીય રસોડામાં એલચીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. સૌથી વધારે એલચીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં કરવામાં આવે છે. એલચી કોઈ પણ વસ્તુની સુગંધ અને સ્વાદને વધારે છે. પરંતુ આ એલચી સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. એલચી એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણથી ભરપૂર હોય છે. જે શરીરને ઘણા ફાયદા કરી શકે છે. જો રોજ સવારે ખાલી પેટ એલચીનું પાણી પીવામાં આવે તો ઘણી બધી સમસ્યાથી રાહત મળે છે.

- Advertisement -

એલચીનું પાણી બનાવવાની રીત

એલચીનું પાણી બનાવવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં બે એલચી પલાળી દેવી. ત્યારબાદ બીજા દિવસે સવારે એલચી પલાળેલું પાણી પી લેવું. તમે હુંફાળા પાણીમાં એલચી પાવડર મિક્સ કરીને પણ સવારે પી શકો છો.

- Advertisement -

એલચીના પાણીથી થતા ફાયદા

કબજિયાત

- Advertisement -

જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય અને ખાસ તો કબજિયાત રહેતી હોય તો એલચીનું પાણી પીવાની શરૂઆત કરી દો. આ પાણીમાં એવા ગુણ હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાત મટાડે છે.

બ્લડ પ્રેશર

એલચીમાં પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખાલી પેટ એલચીનું પાણી પીવાથી બ્લડ પ્રેશરના દર્દીને ફાયદો થાય છે.

મૂડ

સવારના સમયે એલચીનું પાણી પીવાથી માનસિક શાંતિ મળે છે અને મનને તાજગી મળે છે. સાથે જ દિવસભર શરીરમાં એનર્જી રહે છે અને મૂડ પણ સારો રહે છે.

ઉધરસ

એલચીમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. એલચીનું પાણી શરદી અને ઉધરસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

Share This Article