શિયાળામાં રોજ ઘી-ગોળ ખાવાથી દુર થઈ શકે છે શરીરની આ 5 સમસ્યાઓ
ઘી અને ગોળ ભારતીય ભોજનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ બંને વસ્તુ દરેક ઘરના રસોડામાં હોય છે. મોટાભાગે ઘી અને ગોળનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય છે. પરંતુ જો ઘી અને ગોળને એક સાથે ખાવામાં આવે તો તે ઔષધીની જેમ શરીરમાં અસર કરે છે. આયુર્વેદ અનુસાર ગોળ અને ઘી એક સાથે ખાવાથી શરીરની કેટલીક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ગોળ અને ઘીનું એક સાથે સેવન કરવાથી પાચન સ્વાસ્થ્ય સારું રહે છે. ઘી અને ગોળ એક સાથે ખાવાથી પાચનશક્તિ મજબૂત રહે છે. ગોળમાં ફાઇબર અને ઘીમાં લેક્સેટીવ ગુણ હોય છે. જેના કારણે મળ ત્યાગ સરળતાથી થાય છે. આ ઉપરાંત કબજિયાત ગેસ અને એસીડીટી ની સમસ્યાઓ પણ થતી નથી.
ઘી અને ગોળનું કોમ્બિનેશન ઈમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન ઈ, ઝીંક, આયરન અને એન્ટિઓક્સિડન્ટ જેવા તત્વો હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરદી ઉધરસ અને અન્ય બીમારીઓથી બચી શકાય છે.
ઘી અને ગોળ એક સાથે ખાવાથી બ્લડ પ્યોરીફાય કરવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા વિશાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને બોડી ડિટોક્ષ થાય છે. તેનાથી ત્વચાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
ઘી અને ગોળ એકસાથે ખાવાથી મૂડ સુધરે છે. તેનાથી તણાવ અને ચિંતા દૂર થાય છે. ઘી અને ગોળ મૂડ સ્વિંગને પણ ઠીક કરે છે. સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો ઘી અને ગોળ રોજ ખાવા.
ઘી અને ગોળ હાડકાને મજબૂત બનાવે છે. તે કેલ્શિયમથી ભરપૂર હોય છે. હાડકા અને સાંધાને મજબૂત બનાવવામાં પણ ઘી અને ગોળ મદદ કરે છે.