માથામાં પડવા લાગી છે ટાલ? ડુંગળીના રસમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને લગાવો, ટૂંક સમયમાં જ વધશે હેર ગ્રોથ
હેર ફોલ થવા પર માત્ર વાળને ખરતા રોકવાના ઉપાયો પૂરતા નથી, તેના નવા ગ્રોથ માટે ઉપાયો પણ જરૂરી છે. આવી સ્થિતિમાં ડુંગળીના રસની રેસિપી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
એક દિવસમાં 100થી વધુ વાળ ખરવાને હેર ફોલ કહેવાય છે. આ સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બન્નેમાં સામાન્ય છે. પરંતુ જો વાળ ખરવાનું ચાલુ રહે તો તેનાથી ટાલ પણ પડી શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હેર કેર માટેના વિવિધ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં રહેલા હાનિકારક રસાયણો વાળને વધુ નુકસાન પહોંચાડે છે.
આવી સ્થિતિમાં ઘરેલું ઉપાયોનો ઉપયોગ વધુ સારો સાબિત થાય છે. આમાંનો એક અસરકારક ઉપાય છે ડુંગળીનો રસ. તેને વાળ પર લગાવવાની સૌથી સારી રીત કઈ છે, અહીં અમે તમને જણાવી રહ્યા છીએ.
વાળમાં ડુંગળીનો રસ લગાવવાના ફાયદા
ડુંગળીના રસમાં ભરપૂર માત્રામાં સલ્ફર હોય છે, જે વાળના મૂળને મજબૂત બનાવે છે અને તેને તૂટતા અટકાવે છે. આ સિવાય ડુંગળીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ વાળને ઘણી સમસ્યાઓથી બચાવે છે. તેનાથી ખોડો, સફેદ વાળ અને સ્કેલ્પ પર ખંજવાળની સમસ્યા પણ ઓછી થાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો ડુંગળીના રસ
નાળિયેર તેલ સાથે મિશ્રણ બનાવો
વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માટે ડુંગળીનો રસ અને નારિયેળ તેલનું મિશ્રણ એક ઉત્તમ ઉપાય છે. નારિયેળ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે વાળની સમસ્યાને દૂર રાખવામાં મદદ કરે છે. તે વાળને પોષણ આપવા અને તેમને મજબૂત કરવાનું કામ કરે છે.
કેવી રીતે લગાડવું
ડુંગળીનો રસ નીકાળી લો અને તેમાં 1-2 ચમચી નારિયેળ તેલ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને સ્કેલ્પ અને વાળના મૂળમાં લગાવો. તેને 30-45 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં 2-3 વખત આ મિશ્રણનો ઉપયોગ કરો.
એલોવેરા જેલ સાથે મિક્સ કરો
ડુંગળીનો રસ અને એલોવેરા જેલનું મિશ્રણ પણ વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે. એલોવેરામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વાળના ગ્રોથને પ્રોત્સાહન આપે છે અને સ્કેલ્પને હાઇડ્રેટેડ રાખે છે. તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને ડેમેજ વાળને પણ રિપેર કરે છે.
કેવી રીતે લગાડવું
આ માટે 3-4 ચમચી ડુંગળીના રસમાં બે ચમચી એલોવેરા જેલ નાખીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણને વાળના મૂળ અને સ્કેલ્પ પર લગાવો. તેને 30-60 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થશે.