મખાના ખાવાના ફાયદા જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

મખાના દૂધમાં નાખીને પીવાથી શું થાય? વેઇટ લોસમાં છે મદદરૂપ? જાણો
મખાના નું સેવન પેંડેમીક બાદ વધ્યું છે, મોંઘા હોવા છતાં લોકો હેલ્થ માટે સારા હોવાથી તેનું સેવન દિવસેને દિવસે વધતું જાય છે. અહીં જણાવ્યું છે કે મખાના દૂધમાં નાખીને સેવન કરવાથી શું ફાયદા થશે, જાણો

ઘણીવાર આપણે વધેલું વજન ઓછું કરવા, સ્લિમ થવા અને ફિટ બોડી મેળવવા માટે ડાયટ (Diet) અને એક્સરસાઇઝનો આશરો લેવામાં આવે છે. પરંતુ કેટલીકવાર યોગ્ય ડાયટ અને યોગ્ય સમયે ખાવામાં આવેલ ખોરાકની ચમત્કારિક અસર પણ થઈ શકે છે. જો તમે પણ સ્લિમ અને હેલ્ધી દેખાવા ઈચ્છો છો તો તમારા માટે સરળ ઉપાય છે રાત્રે સૂતા પહેલા દૂધમાં મખાના (Makhana) નાખીને એનું સેવન કરો. તમારા સ્વાસ્થ્યને સુધારવા ઉપરાંત તે તમારું વજન ઘટાડવા (Weight Loss) માં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

- Advertisement -

પાચનતંત્ર સુધરે : મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે દૂધમાં હાજર લેક્ટોઝ પાચન માટે ફાયદાકારક બેક્ટેરિયાને મજબૂત બનાવે છે, જે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને પેટને સાફ રાખે છે.

હાડકાંને મજબૂત બને : મખાના અને દૂધ બંનેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. આ ડ્રિંકનું નિયમિત સેવન કરવાથી હાડકાંની તંદુરસ્તી સુધરે છે અને ઑસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી બચે છે.

- Advertisement -

વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે વજન ઓછું કરવા માંગો છો તો રાત્રે દૂધ અને મખાનાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાનામાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત કરે છે. આના કારણે વારંવાર ખાવાની આદત ઓછી થઈ જાય છે જેના કારણે વજનને નિયંત્રિત કરી શકાય છે.

ઊંઘ આવે : દૂધ અને મખાનામાં મેલાટોનિન હોર્મોનનું સ્તર વધારવાની ક્ષમતા હોય છે, જેનાથી ગાઢ અને આરામની ઊંઘ આવે છે. આ તે લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે જેઓ અનિદ્રા અથવા ઊંઘની કમીથી પીડાય છે.

- Advertisement -
Share This Article