શિયાળામાં બાજરાના રોટલા ખાવાથી થાય છે 5 સૌથી મોટા ફાયદા, જાણી લો તમે પણ
ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળા દરમિયાન મોટાભાગના ઘરમાં બાજરાના રોટલા બને છે. ઠંડીની ઋતુમાં બાજરાના રોટલા ખાવાથી જે ફાયદા થાય છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. બાજરામાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરને ઘઉં કરતા વધારે ફાયદો કરે છે. આજે તમને આ કાયદા વિશે જણાવીએ.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઋતુ દરમિયાન લગભગ દરેક ઘરમાં બાજરાના રોટલા બનવા લાગે છે. ઠંડીમાં બાજરાના ઘરમાં ગરમ રોટલા સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ તે સ્વાસ્થ્યને પણ ફાયદા કરે છે. બાજરાના રોટલા ખાતા લોકોને પણ કદાચ એ વાતનો ખ્યાલ નહીં હોય કે તેમને બાજરાનો રોટલો કેટલા લાભ કરે છે. બાજરો પોષક તત્વથી ભરપૂર અનાજ છે. ઠંડીની ઋતુમાં બાજરો શરીરને ગરમી અને ઉર્જા પ્રદાન કરે છે. ઠંડીની ઋતુમાં બાજરો ખાવાથી શરીર ગરમ રહે છે પાચન સુધરે છે અને હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘઉંની સરખામણીમાં બાજરો વધારે લાભકારક છે.
શિયાળા દરમિયાન જો તમને બાજરાના રોટલા ખાવા પસંદ ન હોય તો આ ફાયદા વિશે જાણી લો. આ કાયદા વિશે જાણીને તમે પણ તમારા આહારમાં ફેરફાર કરીને દિનચર્યામાં બાજરાના રોટલાનો સમાવેશ કરવા રાખશો.
બાજરાના રોટલા ખાવાથી થતા ફાયદા
– શિયાળામાં શરીરને વધારે ઉર્જા અને ગરમીની જરૂર પડે છે. બાજરો કુદરતી રીતે ઉષ્માકારક ખાદ્ય પદાર્થ છે. તેને ખાવાથી શરીરમાં અંદર ગરમી ઉત્પન્ન થાય છે. તેનાથી શરદી ઉધરસ જેવી સમસ્યાથી બચી શકાય છે.
– બાજરો ફાઇબરથી ભરપૂર હોય છે તેને ખાવાથી પાચન સુધરે છે અને આંતરડા ની ગતિ સારી રહે છે પરિણામે કબજિયાતની સમસ્યા મટે છે. બાજરાની રોટલી ખાવાથી આંતરડા સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઘટે છે.
– બાજરો એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. તેનાથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને હૃદયની બીમારીઓ થવાનું જોખમ ઘટે છે. કારણ કે શિયાળામાં હાર્ટ સંબંધિત સમસ્યા વધી જતી હોય છે. આ ઋતુમાં બાજરો ખાવાથી આ તકલીફોને ટાળી શકાય છે.
– જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે તેમના માટે બાજરો બેસ્ટ વિકલ્પ છે બાજરો શરીરમાં વધારે કેલરી છોડતો નથી. તેમાં ફાઇબર વધારે હોય છે તેથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. બાજરો ખાવાથી વજન વધતું નથી.
– બાજરામાં એન્ટિઓક્સિડન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. જે શરીરને હાનિકારક તો મુક્ત કણોથી બચાવે છે. જે કેન્સર જેવી બીમારી સામે સુરક્ષા કરવામાં મદદ કરે છે. બાજરામાં કેવા તત્વો હોય છે જે કેન્સર કોશિકાઓની વૃદ્ધિ અટકાવી શકે છે.