સંધિ મુદ્રાના ફાયદાઓ જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

રોજ સવારે સંધિ મુદ્રા કરવાથી સાંધાના દુખાવા, આર્થરાઇટિસમાં થઈ શકે છે ફાયદો

જો તમને પણ શિયાળામાં સાંધાના દુખાવા વધી જતા હોય તો નિયમિત સંધિ મુદ્રા કરવાની શરુઆત કરી દો. શરીરના દુખાવા ઓછા કરવામાં આ મુદ્રા મદદ કરી શકે છે.

- Advertisement -

શરીરમાં અલગ અલગ દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણા લોકોને વધતી ઉંમરના કારણે તો ઘણા લોકોને થાઇરોડના કારણે સાંધા પર દુખાવો રહેતો હોય છે. આ સિવાય પ્રોટીનવાળી વસ્તુઓ વધારે ખાવાથી પણ આર્થરાઇટિસ કે સાંધાના દુખાવા રહે છે. જો આ સમસ્યાથી નેચરલ રીતે છુટકારો મેળવવો હોય તો યોગ સૌથી સારો વિકલ્પ છે. જેમાં સંધિ મુદ્રા આર્થરાઇટિસ અને સાંધાના દુખાવા માટેનું સરળ આસન છે. આ સમસ્યાઓમાં સંધિ મુદ્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શું છે સંધિ મુદ્રા ?

- Advertisement -

કહેવાય છે કે સંધિ મુદ્રામાં પૃથ્વી મુદ્રા અને આકાશ મુદ્રાની સંધિ હોય છે. અંગૂઠાને અનામિકા આંગળીથી જોડવાથી પૃથ્વી મુદ્રા બને છે અને મધ્યમા આંગળીને અંગૂઠા સાથે જોડવાથી આકાશ મુદ્રા બને છે. સંધિ મુદ્રામાં આ બંને મુદ્રાની સંધિ થાય છે.

કેવી રીતે કરવી સંધિ મુદ્રા ?

- Advertisement -

સંધિ મુદ્રા કરવા માટે સૌથી પહેલા જમણા હાથના અંગૂઠાને અનામિકા આંગળીના આગળના ભાગ સાથે જોડો. જ્યારે ડાબા હાથના અંગૂઠાને મધ્યમાં આંગળીના આગળના ભાગે સ્પર્શ કરાવો. આ મુદ્રાને રોજ 15 મિનિટ સુધી 4-4 વખત કરો. સંધિ મુદ્રા કરવાથી શરીરમાં જ્યાં પણ દુખાવા રહેતા હશે તેમાં આરામ મળવા લાગશે. આર્થરાઇટિસના દર્દીઓને પણ સંધિ મુદ્રા ફાયદો કરી શકે છે.

સાંધાના દુખાવાથી રાહત

જે લોકોને સાંધાના દુખાવા કે કોઈ ઈજાના કારણે દુખાવો રહેતો હોય તેમણે શિયાળામાં સંધિ મુદ્રા નિયમિત કરવી જોઈએ. સાંધાના દુખાવાની સમસ્યા પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. જે લોકોને વધારે વજનના કારણે ગોઠણ, ખભા કે કમરમાં દુખાવો રહેતો હોય તેઓ પણ આ મુદ્રા કરી શકે છે.

આર્થરાઇટિસમાં ફાયદો

આર્થરાઇટિસના દર્દીઓ માટે પણ સંધિ મુદ્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે લોકોને થાઈરોઈડ હોય તેમણે પણ રોજ સવારે 15 મિનિટ ચાર વખત આ યોગ કરવો જોઈએ. આ યોગ કરવાની સાથે ડાયેટમાં પણ હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો.

Share This Article