શિયાળામાં ક્યારે અને કેટલા ડાયફ્રુટ્સ ખાવા જોઈએ? અહીં જાણો દરેક સવાલનો જવાબ
ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે. જોકે શું તમે જાણો છો શિયાળાની ઋતુમાં ક્યારે અને કેટલા ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ
શિયાળામાં ડાયફ્રુટ્સ પલાળીને ખાવા જોઈએ?
શિયાળાની ઋતુમાં પણ ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાએ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેને પલાળીને ખાવાથી પાચનમાં સુધારો થાય છે. જોકે ઘણા એવા ડ્રાયફ્રૂટ્સ છે જેને પલાળવાની જરૂર નથી. તમે બદામ, અખરોટ, કાજુ, અંજીર, કિસમિસ વગેરે જેવા ડ્રાયફ્રૂટ્સને પાણીમાં પલાળી શકો છો. તમે તેને દૂધમાં પલાળીને પણ ખાઈ શકો છો.
શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ ક્યારે ખાવા જોઈએ
શિયાળામાં સવારે ખાલી પેટે કે પછી બ્રેકફાસ્ટ સાથે ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વધુ સારું રહે છે. સવારે તેને ખાવાથી તમે દિવસભર ઊર્જાવાન રહો છો. તમે સાંજે નાસ્તા તરીકે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઈ શકો છો.
શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ કેટલું ખાવું જોઈએ?
શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે તમે 5-7 બદામ, 2-3 અખરોટ, 8-10 કિસમિસ, 4-5 કાજુ, 6-8 પિસ્તા અને 1-2 અંજીર ખાઈ શકો છો. જોકે ડ્રાયફ્રૂટ મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ. તેમાં કેલરી અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જે તમારું વજન પણ વધારી શકે છે.