એ રોટલીમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
શિયાળા ની ઋતુમાં વજન ઘટાડવા માટે જુવારના રોટલા એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. જુવાર, જેને મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. જે શરીરના મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડવા માં મદદ કરે છે અને વજન ઘટાડવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અહીં શિયાળામાં જુવારની રોટલી વજન ઘટાડવામાં કેવી રીતે ફાયદાકારક છે તે જણાવ્યું છે,
જુવારના રોટલા બનાવવાની રીત
સામગ્રી
1 કપ જુવારનો લોટ
પાણી (જરૂર મુજબ)
સ્વાદ મુજબ મીઠું)
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હેલ્ધી અને ટેસ્ટી બટાકા ઉત્તપમ, જાણો રેસીપી
જુવારના રોટલા બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ગરમ નાખીને બાંધો.
હવે ધીમે-ધીમે પાણી ઉમેરતા લોટને ભેળવો.
ધ્યાન રાખો કે લોટ એકદમ નરમ હોવો જોઈએ.
પછી તેને નાના-નાના બોલમાં વિભાજીત કરો અને રોલિંગ પીન વડે રોટલી બનાવી લો.
હવે રોટલીને તવા પર શેકી લો. થોડું ઘી લગાવવાથી રોટલી વધુ સ્વાદિષ્ટ બને છે.
જુવારના રોટલા હવે તૈયાર છે. તમે તેને દહીં, લીલી ચટણી અથવા શાક સાથે ખાઈ શકો છો.
આ પણ વાંચો:
જુવાર ખાવાના ફાયદા
જુવારનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે તે લોહીમાં ખાંડની માત્રાને નિયંત્રિત કરે છે.
જુવારમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને જરૂરી ઉર્જા પ્રદાન કરે છે.
જુવારના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વધારે ખાવાની આદત ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.
તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
જુવારની રોટલી એવા લોકો માટે આદર્શ છે જેઓ વજન ઘટાડવાની સાથે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
જુવારમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે અને શરીરને ફિટ રાખે છે.