શિયાળામાં ભૂલ્યા વગર કરો ગોળ અને મગફળીનું સેવન, થશે આ ચમત્કારિક ફાયદા
શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સીઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે.
ગોળ અને મગફળી બંનેની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં ખુબ ફાયદાકારક બને છે. બંનેનું કોમ્બિનેશન શિયાળામાં ખાવાથી મજેદાર હોવાની સાથે સાથે લાભ કરાવે છે. જાણો તેના ફાયદા વિશે.
ગોળ અને મગફળી બંનેની તાસીર ગરમ હોવાથી તેના સેવનથી શરીરમાં ગરમાવો બની રહે છે જે શિયાળા માટે રામબાણ છે. તે ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ ફાયદાકરક છે.
મગફળી અને ગોળને એકસાથે ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ અને આયર્ન બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે.
બંનેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પોટેશિયમ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં સહયોગ કરે છે. તેના સેવનથી શરીરમાં થનારા બેક્ટેરિયલ ઈન્ફેક્શનને પ્રભાવી રીતે ઠીક કરવામાં મદદ મળે છે.
મગફળી અને ગોળ બંનેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે.
ગોળ અને મગફળીના સેવનથી હેમોગ્લોબીનના સ્તરમાં સુધારો થાય છે. બ્લડને ડિટોક્સીફાય કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ તેમાં મદદ કરે છે.
તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે જે કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.