હેલ્ધી ગણાતા આમળા પણ બની શકે છે હાનિકારક, જાણો કોણે બિલકુલ ના કરવું જોઈએ સેવન
આ લોકોએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઇએ, તેનાથી થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન! આમળાથી થતા નુકસાનને જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
આમળા વિશે એવું કહેવામાં આવે છેકે, આમળા વાળ અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે તમારા આહારમાં આનો સમાવેશ કરવો જોઈએ. તેમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે. ઘણી જગ્યાએ શિયાળાની સિઝનમાં આમળાનો જ્યુશ પણ મળતો હોય છે. લોકો ઉભા ઉભા બબ્બે ગ્લાસ ભરીને આવા જ્યુશ પી જતા હોય છે. પણ શું ખરેખર તે પીવાય કે નહીં.. એ વાત પણ જાણવા જેવી છે.
ખાસ કરીને કોરોના કાળ બાદ હવે સૌ કોઈ વધુ ને વધુ હેલ્થ કોન્સિયસ બનતું જાય છે. હવે તમે જોતા હશો તો વહેલી સવારે તમને રસ્તાઓ પર અને ખાસ કરીને વિવિધ ગાર્ડનની બહાર અલગ અલગ પ્રકારના સૂપ વેચાતા જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો સવારે આવા સૂપનું સેવન કરતા હોય છે. જેમાં મોટેભાગે વેજીટેબલ, આદુ, લસણ, કાળા મરી, સિંધા લૂણ અને લીંબુ જેવી વસ્તુઓ નાંખવામાં આવે છે. આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાનું માનવામાં આવે છે. એવી જ રીતે લોકો જ્યુશનું પણ સેવન કરતા હોય છે. અલગ અલગ ફળફળાદીના જ્યુશ પીવામાં આવતા હોય છે. શું તમે જાણો છો આમળાનો જ્યુશ પીવાય કે નહીં.
હૃદયના દર્દીઓઃ
આમળા ખાવાથી વાળની લંબાઈ તેમજ શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે. પરંતુ હૃદયના દર્દીઓએ આમળાનું સેવન ન કરવું જોઈએ. આમળા તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
એસિડિટીઃ
જો તમને પણ કંઈપણ ખાધા પછી એસિડિટી થાય છે, તો તમારે તે લોકોને પણ ભૂલવું જોઈએ નહીં. આમળાનો જામ તેમના માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે.
પાણીની કમીઃ
આમળાનું સેવન ડીહાઈડ્રેશનથી પીડિત લોકો માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી શરીરમાં શુષ્કતા આવી શકે છે.
કબજિયાતઃ
કબજિયાતના દર્દીઓએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ. તેનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. આના કારણે તમને કબજિયાતની સમસ્યા વધુ થશે.
ઉલ્ટી-ઉબકાઃ
જે લોકોને સતત ઉલ્ટી કે ઉબકા આવતા હોય, કે પછી વારંવાર ખાટી ડકારો આવતી હોય તેવા લોકો માટે પણ આમળા જોખમી બની શકે છે. આવા લોકોએ આમળાનું સેવન કે તેનો જ્યુશ પીવો જઈએ નહીં.
પેટમાં ગડબડઃ
પેટમાં હંમેશા ગડબડ રહેતી હોય કે પછી ઝાડા થઈ ગયા હોય તેવા લોકોએ પણ આમળાનું સેવન કરવું જોઈએ નહીં. કારણકે, આવી પરિસ્થિતિમાં આમળાના સેવનથી તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે.
પેશાબમાં ચેપઃ
જો તમે યુરિન ઈન્ફેક્શનથી પીડાતા હોવ તો પણ તમારે તેનું સેવન ન કરવું જોઈએ. જેના કારણે પેશાબ કરતી વખતે બળતરા થાય છે.