બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. જેમાં બ્લડ સુગર જો વધારે રહેતું હોય તો તે સૌથી ખરાબ છે. બ્લડ સુગર વધી જાય ત્યારે આ 5 લક્ષણો જોવા મળે છે. હાઈ બ્લડ સુગરને તમે આ 3 રીતે મેનેજ કરી શકો છો.
લોહીમાં સુગરનું પ્રમાણ વધી જવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર વધી જવું ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે અને તેના સંકેતોને ઓળખીને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો દર્દીની હાલત ગંભીર પણ થઈ શકે છે. ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ બીમારી છે જે ખરાબ ખાનપાનના કારણે થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે બ્લડ સુગર વધારે રહેતું હોય તો કેવા સંકેત મળે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવા શું કરવું જોઈએ ?
હાઈ બ્લડ સુગરના સંકેત
વધારે તરસ લાગવી
શરીરમાં બ્લડ સુગર વધારે રહેતું હોય તો કિડની વધારે પેશાબ બનાવવાના પ્રયત્ન કરે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે પરિણામે વ્યક્તિને વધારે તરસ લાગે છે.
વારંવાર પેશાબ
સુગર વધી જવાથી તરસ વધારે લાગે છે જેના કારણે વ્યક્તિ પાણી વધારે પીવે છે અને તેનું પરિણામ આવે છે કે વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. વારંવાર પેશાબની તકલીફ રાતના સમયે વધી જાય છે બ્લડ સુગર વધ્યાનું આ સૌથી સામાન્ય સંકેત છે.
થાક અને નબળાઈ
જો શરીરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ ન મળે તો એનર્જી રહેતી નથી અને શરીર થાક અનુભવે છે. ધીરે-ધીરે વ્યક્તિને નબળાઈ પણ આવી જાય છે.
ધૂંધળી દૃષ્ટિ
હાઈ બ્લડ સુગરના કારણે આંખમાં સોજા આવી જાય છે જેના કારણે વ્યક્તિને ડબલ વિઝનની સમસ્યા થઈ શકે છે. આંખની સમસ્યા કે ડબલ વિઝન થઈ જાય તો સમજી લેવું કે બ્લડ શુગર વધારે છે.