ગેસ અને એસિડિટી પર કરશે વાર, હંમેશા છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
જો તમે પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને તે ઉપાય જણાવીશું. આ ઉપાયમાં અમે તમને થોડા ડાયટ વિશે જણાવીસું જેનું સેવન કરી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ડાયટ ન માત્ર ગેસની સમસ્યા દૂર કરશે પરંતુ પાચન પણ મજબૂત કરે છે. તો આવો આ ડાયટ વિશે જાણીએ..
કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પોટેશિયમ પેટની બળતરાને શાંત કરે છે. આવી સ્થિતિમાં જો તમને એસિડિટીનો અનુભવ થતો હોય તો એક પાકેલું કેળું ખાઓ.
દહીં કુદરતી પ્રોબાયોટિક છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો કોઈ વ્યક્તિ ભોજન સાથે દહીં અથવા દહીં રાયતા ખાય તો તેને એસિડિટીથી રાહત મળે છે.
વરિયાળી અને જીરાનું પાણી પાચનક્રિયા સુધારે છે. આ માટે એક ચમચી વરિયાળી અને જીરું મિક્સ કરીને પાણીમાં ઉકાળો અને પીવો. આમ કરવાથી ગેસની સમસ્યા તરત જ દૂર થઈ જાય છે.
નારિયેળ પાણી દ્વારા પણ પેટની ગરમીને શાંત કરી શકાય છે. નારિયેળ પાણી એસિડિટીથી તાત્કાલિક રાહત અપાવે છે. જો કોઈ વ્યક્તિ રોજ નારિયેળ પાણી પીવે છે તો તેનું પેટ એકદમ સાફ રહે છે.