કોથમીર દાળ શાકમાં ક્યારે નાંખવી, બનાવ્યા પછી કે પીરસતા પહેલા? 90 ટકા લોકો નથી જાણતા સાચી રીત
કોથમીર એટલે કે લીલા ધાણા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં વપરાય છે. પોષક તતવોથી ભરપૂર કોથમીર દાળ શાક કે અન્ય સબ્જીમાં ક્યારે નાંખવી જોઇએ તેના વિશે ઘણા લોકોને ખબર હોતી નથી. ચાલો જાણીયે સાચી રીત
કોથમીર એટલે કે લીલા ધાણા દાળ શાક અને અન્ય વાનગીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ઉપરાંત કોથમીરમાં માત્ર સુગંધ અને સ્વાદ જ નથી હોતા, પરંતુ આ લીલા પાંદડા પાચક રસ વધારવામાં પણ મદદરૂપ થાય છે. કોથમીર પેટમાં જતા જ પાચનક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે અને પછી પાચન તંત્રની કામગીરી ઝડપી બને છે. આ ઉપરાંત આ પાનનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. પણ, આજે આપણે જાણીશું કે દાળ શાકમાં કોથમીર ક્યારે નાંખવં જોઇ એને તે ઉમેરવાની સાચી રીત શું છે.
કોથમીર દાળ શાકમાં ક્યારે ઉમેરવી ?
દાળ શાક બનાવ્યા બાદ તરત જ કોથનીર ભભરાવો. ખરેખર, આની પાછળ બે કારણો છે. પહેલું કારણ એ છે કે જ્યારે તમે દાળ શાક બનાવ્યા પછી તરત જ કોથમીરના પાન નાખો છો, ત્યારે તેનો સ્વાદ શોષી લે છે અને સબ્જીની વરાળથી તેની સુગંધ ફેલાઇ જાય છે. આ માટે તમારે કોથમીરના લીલા પાંદડા કાપી લો અને દાળ કે શાક બનાવ્યા બાદ તરત જ લીલા ધાણા નાંખો અને ઢાંકી દો.
પીરસતા પહેલા આ વાનગીમાં કોથમીર ઉમેરો
તમે દાળ બનાવતા હોવ ત્યારે પીરસતા પહેલા કોથમીર ઉમેરો. કારણ કે દાળમાં જો તમે પહેલાથી કોથમીર નાંખશો તો કોથમીરના પાન પીરસવામાં આવે ત્યાં સુધીમાં કાળા પડી જશે
સલાડ સર્વ કરવાની પહેલા કોથમીર ઉમેરો
સૂપ બનાવો ત્યારે સર્વ કરતા પહેલા લીલા ધાણા ભભરાવો
ચાટ પકોડી સર્વ કરતા પહેલા કોથમીર ભભરાવો
એક વાત ધ્યાનમાં રાખો કે, પાલકના શાક અને રીંગણના શાકમાં કોથમીર નાંખવાનો કોઈ અર્થ નથી. તેમાં સ્વાદ ઉમેરવા માટે તમે ધાણા પાવડર ઉમેરી શકો છો. આ રીતે તમારે ધાણાના પાનનો ઉપયોગ ભોજનમાં યોગ્ય રીતે કરવો જોઈએ.
કોથમીરનો દાળ શાકમાં ઉપયોગ કેવી રીતે કરવો
કોથમીરના લીલા પાનનો દાળ અને શાકમાં ઉપયોગ કરવા માટે
સૌથી પહેલા કોથમીરના પાનના મૂળ કાપીને તેને સાફ કરી લો.
લીલા ધાણાના પાનને દાંડી માંથી તોડીને કાઢી લો
હવે ચાકૂ વડે લીલા ધાણા ઝીણા ઝીણા સમારી લો
હવે જ્યારે જરૂર પડે ત્યારે દાળ શાકમાં તે ઉમેરો.