શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું
નાળિયેર તેલનો ઉપયોગ વાળ અને સ્કિન પર વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નાળિયેર તેલનું સેવન કરવાથી શરીરને વધારે લાભ થાય છે ? ચાલો તમને આ ફાયદા વિશે જણાવીએ.
નાળિયેર તેલને આયુર્વેદમાં ઔષધિ માનવામાં આવે છે. નાળિયેર તેલ એક પ્રાકૃતિક તેલ છે જે નાળિયેરના ગરમાંથી નીકળે છે. આ તેલ આયુર્વેદિક ઉપચારોમાં વર્ષોથી વાપરવામાં આવે છે. નાળિયેરનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. નાળિયેર તેલ ફેટી એસિડ, ઓક્સિજન અને વિટામિન ઈ થી ભરપૂર હોય છે જે ત્વચાને પોષણ આપે છે. તેનાથી વાળને મજબૂતી મળે છે અને સ્કીન પર પણ ગ્લો આવે છે. મોટાભાગે નાળિયેર તેલનો ઉપયોગ વાળ અને સ્કીન પર કરવામાં આવે છે. આ ઉપરાંત જો નાળિયેર તેલનું સેવન કરવામાં આવે તો તે શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં પણ મદદ કરી શકે છે.
ત્વચા અને વાળ માટે લાભકારી
નાળિયેર તેલનો ઉપયોગ વર્ષોથી ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવા માટે કરવામાં આવે છે. નાળિયેર તેલ ત્વચાને અંદરથી પોષણ આપે છે અને મુલાયમ બનાવે છે. નાળિયેર તેલથી ત્વચાની બળતરા ઇન્ફેક્શન પણ દૂર થાય છે. નાળિયેર તેલ વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે સાથે જ તેને ખરતા અટકાવે છે.
પાચન સુધારે છે
નાળિયેર તેલમાં એવા તત્વ હોય છે જે પાચનતંત્રને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે જેના કારણે પાચનમાં સુધારો થાય છે અને પેટની સમસ્યા જેમકે ગેસ, એસિડિટી વગેરે દુર થાય છે. નાળિયેર તેલનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરમાં વધારાનું ફેટ જામતું અટકે છે.
ઈમ્યુનિટી બુસ્ટ થશે
નાળિયેર તેલને યોગ્ય રીતે નિયમિત રીતે લેવામાં આવે તો સૌથી વધુ લાભ થઈ શકે છે. નાળિયેર તેલ એન્ટિ વાયરલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. તે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને બીમારી સામે લડવામાં મદદ કરે છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમણે નાળિયેર તેલને ડાયટમાં સામેલ કરવું જોઈએ.
હાર્ટને હેલ્ધી રાખે છે
નાળિયેર તેલમાં સારા પ્રકારનું સેચ્યુરેટેડ ફેટ હોય છે. જે હૃદયના સ્વસ્થ રાખે છે. તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. જો તમે યોગ્ય માત્રામાં નાળિયેર તેલનું સેવન કરો છો તો હાર્ટ માટે ખૂબ જ સારું રહે છે.
નાળિયેર તેલનું સેવન કરવાની રીત
નાળિયેર તેલને સવારે ખાલી પેટ લઈ શકાય છે તેનાથી પાચન તંત્ર પર સકારાત્મક અસર થાય છે. રોજ એક કે બે ચમચી નાળિયેર તેલનું સેવન કરી શકાય છે. નાળિયેર તેલને તમે સલાડ અથવા સ્મુધીમાં પણ લઈ શકો છો. રાત્રે સુતા પહેલા ત્વચા પર નાળિયેર તેલ લગાડવાથી પણ શિયાળામાં ફાયદો થાય છે.