શેરડી વગર બનાવો શેરડીનો રસ, બજાર કરતા વધુ ટેસ્ટી અને હેલ્ધી
શેરડીનો રસ ઉનાળામાં પીવાય છે. શેરડી વગર પણ ઘરમાં રહેલી માત્ર 5 વસ્તુથી શુદ્ધ શેરડીનો રસ બનાવી શકાય છે. આ રસ બજાર કરતા વધુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. જાણો શેરડીનો રસ બનાવવાની રીત
શેરડીનો રસ પીવાથી ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક મળે છે. દેશના ઘણા ભાગોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. શિયાળો ધીમે ધીમે વિદાય થઈ રહ્યો છે અને ઉનાળાની ગરમી શરૂ થઇ ગઇ છે. ઉનાળો આવતા જ લોકો ગરમીના પ્રકોપથી બચવા માટે અનેક પ્રકારના રસ પીવા લાગે છે. આમાંથી એક છે શેરડીનો રસ. આમ જોવા જઈએ તો ઉનાળો આવતાની સાથે જ શેરડીનો રસ બધે જ મળી જાય છે. તે પેટને ઠંડુ રાખવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં મદદ કરે છે.
શેરડી વગર બનાવો શેરડીનો રસ
ઘણી વખત શેરડીનો રસ પીવા માટે બહાર જવાનું મન થતું નથી. એવામાં તમે ઘરે જ શેરડીનો રસ બનાવી શકો છો. આ માટે તમારે માત્ર પાંચ જ વસ્તુઓની જરૂર પડશે અને તેની મદદથી તમે ઘરે જ ટેસ્ટી શેરડીનો રસ તૈયાર કરી શકો છો. આ જ્યુસનો સ્વાદ બિલકુલ શેરડીના રસ જેવો જ હોય છે.
શેરડીનો રસ બનાવવાની સામગ્રી
ગોળ
લીંબુનો રસ
કાળું મીઠું
બરફ
મિન્ટ
Homemade Sugarcane Juice Recipe : ઘરે શેરડીનો રસ બનાવવાની રીત
ઘરમાં શેરડીનો રસ બનાવવા માટે સૌથી પહેલા ગોળ ઝીણો સમારી લો. હવે મિક્સર જારમાં સમારેલો ગોળ, લીંબુનો રસ, ફુદીનાનું પાન નાંખો. જો તમે ઠંડો રસ પીવા માંગો છો, તો તમે તેમાં બરફ પણ ઉમેરી શકો છો. હવે જારમાં અડધો કપ પાણી ઉમેરી મિક્સરમાં બરાબર બ્લેન્ડ કરી લો. આ રસને એક જ્યુસ ગ્લાસમાં નાંખી સર્વ કરો છો. રસમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો.
Sugarcane Juice Benefits : શેરડીનો રસ પીવાના ફાયદા
શેરડીનો રસ પીવાથી ઘણા ફાયદા થાય છે. તેને પીવાથી શરીરને ત્વરિત ઉર્જા મળે છે. તે પાચનમાં પણ સુધારો કરે છે અને પેટની સમસ્યાઓ પણ દૂર કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હાજર હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે.