બ્રોકલી ખાવાના અનેક ફાયદાઓ જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

તમને 50 વર્ષ પછી પણ યુવાન રાખશે બ્રોકલી, વધતી ઉંમરની અસર નહીં દેખાય ચહેરા અને શરીર પર

જો તમે દૈનિક આહારમાં બ્રોકલીનો સમાવેશ કરો છો તો તેનાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. એક રિસર્ચ અનુસાર વરાળમાં બાફેલી બ્રોકલી ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.

- Advertisement -

જો તમે પણ 50 વર્ષની ઉંમર સુધી યુવાનો જ દેખાવા માંગો છો તો તમારા દૈનિક આહારમાં બ્રોકલીનો સમાવેશ કરો. બ્રોકલીમાં ફાઇબર, વિટામીન સી, વિટામીન કે, આયર્ન અને પોટેશિયમ સહિતના ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે સ્કીન અને શરીરને અંદરથી યુવાન રાખવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય સુધારવા માટે રોજ બ્રોકલી ખાવી સૌથી સારો વિકલ્પ સાબિત થાય છે.

વિટામીન સી વિટામીન કે ફોલેટ અને ફાઇબરથી ભરપૂર બ્રોકલી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બ્રોકલી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે કારણ કે તે લોહીને જામતું અટકાવે છે. બ્રોકલીમાં એવા તત્વ હોય છે જે સોજાથી પણ છુટકારો અપાવે છે. બ્રોકલીમાં એવા તત્વ હોય છે જે શરીરમાં કેન્સર જેવી ભયંકર બીમારી વધવાનું જોખમ ઓછું કરે છે.

- Advertisement -

બ્રોકલી ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સારું રહે છે. જે લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમને બ્રોકલી ખાવી જોઈએ તેનાથી ભૂખ કંટ્રોલ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દૈનિક આહારમાં બ્રોકલીનો સમાવેશ કરો છો તો તેનાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. એક રિસર્ચ અનુસાર વરાળમાં બાફેલી બ્રોકલી ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.

આ સિવાય બ્રોકોલીને તમે સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. બ્રોકોલીને બાફીને ચેરી ટમેટા અને અન્ય સલાડની વસ્તુઓ સાથે લીંબુ ઉમેરીને ખાવાનું રાખશો તો બ્રોકલીનો સ્વાદ પણ વધી જશે અને તે સ્વાસ્થ્યવર્ધક પણ બની જશે.

- Advertisement -

શિયાળામાં તમે બ્રોકલીનો સૂપ બનાવીને પણ પી શકો છો. બ્રોકલીનું સૂપ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. બ્રોકલીમાં લસણ અને કાળા મળી સહિતના મસાલા ઉમેરીને તેનું સૂપ બનાવશો તો તમને એક સ્વાદિષ્ટ સુપની મજા માણવા પણ મળશે.

સૂપ અને સલાડ સિવાય તમે બ્રોકોલીને અન્ય શાકભાજી સાથે સ્ટર ફ્રાય કરીને પણ તેનું સેવન કરી શકો છો. ટમેટા, કેપ્સીકમ સહિતના સાથે બ્રોકલીને ફ્રાય કરી તેમાં સોસ ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

Share This Article