Orange Peel Toner For Skin: ઉનાળો આવતા જ ચહેરાની ચમક ઓછી થવા લાગે છે. તેમજ સૂર્યપ્રકાશના કારણે સ્કિન ડલ થતી જાય છે. આ માટે મોટાભાગે બ્યુટી એક્સપર્ટ વિટામિન C ધરાવતા ટોનરનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે. આનાથી સ્કિન માત્ર ટાઈટ જ નથી થતી પરંતુ ચહેરો પણ ચમકદાર બને છે. બજારમાં તમને ટોનરના ઘણા વિકલ્પો સરળતાથી મળી જશે. પરંતુ આ બધામાં કેમિકલ હોય છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી સ્કિનને પણ નુકસાન થાય છે. એવામાં આ ઘરે બનાવેલું ટોનર તમારી સ્કિન માટે ફાયદાકારક બની રહેશે.
સંતરાની છાલમાંથી બનાવો કુદરતી ટોનર
સંતરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સંતરાની છાલનો ઉપયોગ સુંદરતા વધારવા માટે ઘણી રીતે કરી શકાય છે. જો તમે ઈચ્છો તો તેની છાલને સૂકવીને સ્ક્રબ તૈયાર કરી શકો છો. આ સાથે તેમાંથી ટોનર પણ તૈયાર કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે તેને બનાવવી અને સ્ટોર કરવું ખૂબ જ સરળ છે.
સંતરાની છાલમાંથી વિટામિન C ટોનર કેવી રીતે બનાવવું?
સંતરાની છાલનું ટોનર બનાવવા માટે સૌથી પહેલા એક સંતરાની ચાલ લો. હવે ટૂથપીક વડે સંતરાની છાલ પર છિદ્રો બનાવો. ત્યાર બાદ ગેસ ચાલુ કરો અને એક મોટા વાસણમાં એક ગ્લાસ પાણી અને સંતરાની છાલ નાખો. હવે આ પાણીને 10-15 મિનીટ ઉકળવા દો. પાણી અડધું બચે એટલે ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ પાણીમાં ગુલાબજળ અને વિટામીન E કેપ્સુલ ઉમેરી દો અને બરાબર મિક્સ કરી દો. આ પાન ઠંડુ થઇ જાય એટલે એર સ્પ્રે બોટલમાં ભરી દો.
સંતરાની છાલના ટોનરના ફાયદા
સંતરાની છાલમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. તેમજ ડાર્ક સ્પોર્ટ્સ અને પિગમેન્ટેશન ઘટાડે છે. આ ટોનર સ્કિનના ઓપન પોર્સને બંધ કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા વધુ સોફ્ટ અને ટાઈટ દેખાય છે. સંતરાની છાલમાં રહેલ એન્ટી-બેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સને ઘટાડવામાં અને વધારાના ઓઈલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમજ ગુલાબજળ ત્વચાને હાઇડ્રેટ કરે છે, જેના કારણે ચહેરો દિવસભર તાજગી રહે છે. આ ટોનરને તમે 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.