ચા બનાવતી વખતે અને પીતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

ચા બનાવતી વખતે અને પીતી વખતે કરેલી આ ભુલ ચાને બનાવે છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

શિયાળામાં વારંવાર કડક મીઠી ચા પીવાથી મજા તો આવે છે પરંતુ તેનાથી શરીરને નુકસાન થાય છે. આજે તમને જણાવીએ ચા પીતી વખતે અને બનાવતી વખતે કઈ ભૂલ કરવાથી તે વધારે અનહેલ્ધી બની જાય છે.

- Advertisement -

શિયાળામાં પાણી પીવાનું ઘટી જાય છે અને ચા પીવાનું પ્રમાણ વધી જાય છે. કડકડતી ઠંડીમાં ગરમાગરમ મસાલેદાર ચા પીવા દરેક વ્યક્તિ રેડી જ હોય છે. દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જોકે કેટલાક લોકો ચા

પણ એવી રીતે બનાવે છે જે તેને વધારે અનહેલ્ધી બનાવી દે છે. દરેક ઘરમાં ચા પાણીમાં ચા પત્તી અને ખાંડ ઉકાળી તેમાં દૂધ ઉમેરીને બનાવવામાં આવે છે. સાથે જ તેમાં વિવિધ મસાલા પણ ઉમેરવામાં આવે છે જેથી ચાનો સ્વાદ વધી જાય. કડક મીઠી ચા

- Advertisement -

પીવાથી મજા તો આવે છે પરંતુ તેનાથી શરીરને નુકસાન થાય છે. આજે તમને જણાવીએ ચા પીતી વખતે અને બનાવતી વખતે કઈ ભૂલ કરવાથી તે વધારે અનહેલ્ધી બની જાય છે.

ખાલી પેટ ચા

- Advertisement -

ખાલી પેટ ચા પીવી સૌથી મોટી ભૂલ છે. ખાલી પેટ ચા પીવાથી મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ખાલી પેટ ચા પીવાથી અપચો, બ્લોટિંગ, કબજિયાત જેવી સમસ્યા વધે છે. તેથી ચા સાથે કંઈક ખાઈ લેવું જોઈએ.
રિફાઇન્ડ સુગર
મોટાભાગના લોકો ચામાં રિફાઇન્ડ શુગરનો ઉપયોગ કરે છે જે સ્થૂળતા અને એસિડિટીનું કારણ બને છે. ચામાં ખાંડ અને દૂધ ઉમેરી તેને વધારે ઉકાળવાથી તે અનહેલ્ધી બને છે. ચાને ઓછી નુકસાનકારક બનાવવા માટે તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકો છો.
વારંવાર ગરમ કરવી

ઘણા લોકોને સવારમાં બે ત્રણ વખત ચા પીવાની આદત હોય છે તેથી તેઓ એક વખતમાં વધારે ચા બનાવી લે છે અને પછી વારંવાર તેને ગરમ કરીને પીતા રહે છે. આ ખૂબ જ ખોટી રીત છે. એકવાર ચા બનાવ્યા પછી તેને બીજી વખત ગરમ કરીને પીવાથી તે હાનિકારક બની જાય છે. વારંવાર ગરમ કરેલી ચા પીવાથી પાચનની સમસ્યાઓ વધી શકે છે.

Share This Article