Remove Unnecessary Fat Remedy: આપણે ઘણી વખત પેટની ચરબી ઓછી કરવાની ઘણી રીત વિશે સાંભળીએ છીએ પરંતુ મોટાભાગની મહિલાઓ માટે વધુ એક સમસ્યા તેમની જાડી જાંઘ છે. જો તમારી જાંઘ જાડી છે તો તમે આ સમસ્યાને સારી રીતે જાણતા જ હશો. જાંઘની ચરબી ઘટાડવા માટે તમારે હેલ્ધી લાઈફ સ્ટાઈલની સાથે પોતાની ડાયટ, વર્કઆઉટ પર પણ ધ્યાન આપવું પડશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ માત્ર જાંઘની ચરબી ઘટાડવા માટે કંઈ કરી શકતું નથી. જો ફેટ ઓછો કરવો હોય તો સમગ્ર બોડીથી ફેડ ઓછો કરવો પડશે. ફેટ ઓછો કર્યા બાદ તમે કોઈ એક બોડી પાર્ટની વધુ ટ્રેનિંગ કરીને તેને વધુ ટોન કરી શકો છો.
વધુ મીઠું ખાવાથી તમારા શરીરમાં વધુ પાણી જમા થઈ શકે છે. તેનાથી સોજો થઈ શકે છે અને તમારી જાંઘ સહિત તમારા શરીરનો આકાર બદલાઈ શકે છે. તેથી મીઠાનું સેવન ઓછું કરો. ઈલેક્ટ્રોલાઈટ્સનો અર્થ છે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. તમારા શરીરમાં જેટલું વધુ ઈલેક્ટ્રોલાઈટ હશે, તેટલું જ ઓછું મીઠું તેમાં જમા થશે. કેળા, દહીં અને લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા પ્રકારના ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. તે ખાવા જોઈએ.
કાર્બ્સ ગ્લાઈકોજનમાં બદલાઈ જાય છે. જે પછી પાણીની સાથે તમારા લીવર અને માંસપેશીઓમાં જમા થઈ જાય છે. તમે જેટલું વધુ કાર્બ્સ ખાવ છો, તમારું શરીર એટલું જ વધુ પાણી જમા કરે છે. તેથી કાર્બને મર્યાદિત કરો. પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ભોજન વજન ઘટાડવા માટે અદ્ભુત કામ કરે છે. પ્રોટીન અને ફાઈબર તમને લાંબા સમય સુધી ભરેલુ રાખવામાં મદદ કરે છે અને આ રીતે તમને વધુ ખાવાથી રોકે છે. લોઅર બોડી એક્સરસાઈઝ પર ધ્યાન આપો. તેના માટે અઠવાડિયામાં 2 વખત લોઅર બોડી મસલ્સને ટ્રેન કરો.