રોટલી માટે લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ, નસોમાં જામેલું ગંદુ કોલેસ્ટ્રોલ ઓગળી શરીરમાંથી નીકળી જશે
જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી રહ્યું હોય અને તેને ઝડપથી ઘટાડવું હોય તો ઘઉંના લોટમાં ખાસ વસ્તુ ઉમેરી તેની રોટલી બનાવો. આ રોટલીને ડાયટમાં સામેલ કરવાથી સારું રીઝલ્ટ ઝડપથી મળે છે.
આજના સમયમાં આહાર અને લાઈફસ્ટાઈલ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે હેલ્થ ઈસ્યુ પણ વધી ગયા છે. આજના સમયમાં યુવાનોને પણ બેડ કોલેસ્ટ્રોલની તકલીફ જોવા મળે છે. આ સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એેટેક, સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિને ટાળવી હોય તો સમયસર ડાયટમાં ફેરફાર કરવો જરૂરી છે.
આજે તમને એવો સરળ ઉપાય જણાવીએ જેને કરીને તમે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો. રોટલી દરેક ઘરમાં રોજ બને છે. આ રોટલીના લોટમાં બસ એક વસ્તુ ઉમેરી દેવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે.
કોલેસ્ટ્રોલ શું છે ?
શરીર માટે કોલેસ્ટ્રોલ જરૂરી પદાર્થ છે. તે સેલ્સનું નિર્માણ કરે છે. પરંતુ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ જરૂરી છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેને નસોમાં અવરોધ ઉત્પન્ન કરે છે. બેડ કોલેસ્ટ્રોલથી હૃદય અને મગજ સુધી બ્લડ સર્કુલેશન સારી રીતે થતું નથી. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક વધી જાય છે.
બેડ કોલેસ્ટ્રોલમાં અજમાનો ઉપયોગ
અજમા એવો મસાલો છે જે સ્વાદ વધારે છે અને તેમાં રહેલા ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. અજમામાં થાયમિન, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડતી રોટલી
જો રોટલી માટે 1 કપ ઘઉંનો લોટ લેતા હોય તો તેમાં 1 ચમચી અજમા ઉમેરો. લોટમાં અજમાને સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 20 મિનિટ રેસ્ટ આપો. 20 મિનિટ પછી લોટમાં તેલ ઉમેરી બરાબર કેળવી લેવો અને પછી રોટલી બનાવવી. આ રોટલી સ્વાદિષ્ટ પણ બને છે અને નિયમિત રીતે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું કરવામાં મદદ મળશે.