Best Hill station for April: દેશભરમાં એપ્રિલમાં મોટા ભાગના લોકો ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરે છે. કારણ કે આ મહિના સુધીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય છે અને પરિવારમાં દરેક લોકો ફ્રી હોય છે. એવામાં એપ્રિલ-મે મહિનામાં દેશના કેટલાક સુંદર સ્થળો જોઈ શકાય છે. આ સ્થળોની મુલાકાત લઈને તમે તમારા વેકેશનને યાદગાર બનાવી શકો છો. એપ્રિલ મહિનામાં અત્યંત ગરમીમાં તમે એવા સ્થળોની મુલાકાત લઇ શકો છો જ્યાંનું તાપમાન ઓછું હોય. એવામાં એવા ચાલો વિષે જાણીએ કે જે એપ્રિલમાં મહિનામાં ફરવા માટે બેસ્ટ છે.
લેહ-લદ્દાખ
ભારતમાં આ સીઝનમાં ફરવાલાયક બેસ્ટ ડેસ્ટીનેશનમાંથી એક છે લેહ-લદ્દાખ. અહીંની પ્રાકૃતિક સુંદરતા કોઈનું પણ દિલ જીતી શકે છે. આ જગ્યા ફરવા માટે સ્વર્ગથી ઓછી નથી. અહીં બરફથી ઢંકાયેલી ખીણો અને સુંદર નજારો પ્રવાસીઓનું મન મોહી લે છે. આ જ કારણ છે કે અહીં દેશી-વિદેશી પ્રવાસીઓની ભીડ જામે છે. અહીં પેંગોંગ લેક, ફુગટાલ મોનેસ્ટ્રી, મેગ્નેટિક હિલ જેવા સ્થાનિક પ્રવાસી સ્થળોની મુલાકાત લઈ શકાય છે.
પચમઢી
જો તમે એપ્રિલ મહિનામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે 2-3 દિવસ માટે પચમઢીની ટ્રિપનું પ્લાનિંગ પણ કરી શકો છો. મધ્યપ્રદેશમાં આવેલું આ હિલ સ્ટેશન પચમઢી પર્યટકોને ખૂબ જ પસંદ આવે છે. ઉનાળામાં તમે બી ફોલ, પાંડવ ગુફા, જમુના ધોધ અને સનસેટ પોઈન્ટ એક્સપ્લોર કરી શકો છો. આ બજેટ ફ્રેન્ડલી ટ્રીપ રહેશે.
કૌસાની
દેવભૂમિ ઉત્તરાખંડમાં પર્યટન માટે ઘણા સ્થળો છે. અહીં સ્થિત કૌસાની પણ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, જે એપ્રિલ-મેમાં ફરવા માટે બેસ્ટ જગ્યા છે. કૌસાની એક નાનકડું ગામ છે જેની સુંદરતા જોવા જેવી છે. દેવદારના ઊંચા વૃક્ષો અને હરિયાળી, હિમાલયના પર્વતો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.
આંદામાન-નિકોબાર
જો તમે આ વખતે કોઈ અલગ ટ્રિપ પ્લાન કરવા માંગો છો, તો આંદામાન અને નિકોબારની મુલાકાત લઇ શકો છો. અહીં દરિયાની વચ્ચે વિતાવેલો સમય તમારા માટે યાદગાર બની જશે. સમુદ્ર અને નારિયેળના વૃક્ષો આ ટ્રીપને યાદગાર બનાવશે. અહીં તમે હેવલોક આઇલેન્ડ, રોસ આઇલેન્ડ, રાધા નગર બીચની મુલાકાત લઇ શકો છો.