Travel tips : નાતાલમાં ગુજરાતના આ ઓફબીટ સ્થળોની જરુર મુલાકાત લો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

જો તમે નાતાલની રજાઓમાં કાંઈ ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો, તો ગુજરાતના આ ઓફબીટ પ્લેસ વિશે એક વખત જરુર જાણી લેજો. અહિ તમને પ્રવાસીઓની ભીડ પણ જોવા મળશે નહિ. તો ચાલો જાણીએ ગુજરાતના આ સ્થળો ક્યા ક્યા છે.

ગુજરાત પોતાની સમૃદ્ધિ સંસ્કૃતિ,ઔતિહાસિક મહત્વ, હસ્તશિલ્પ અને અનેક સુંદર ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી, વૈલી ઓફ ફ્લાવર્સ,કચ્છનું રણ,દ્વારકા, સોમનાથ અને ગોપી તળાવ જેવા સ્થળો પર દેશ અને દુનિયામાંથી લોકો આવે છે.

- Advertisement -

આજે અમે તમને ગુજરાતના ઓફબીટ કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમને ઓછી ભીડ જોવા મળશે. જો તમે ઓફબીટ પ્લેસ ફરવા માટે પસંદ કરી રહ્યા છો. તો તમે ગુજરાતના આ ઓફબીટ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

તમને બીચ પર જવાનો શોખ છે. તો તમે ગુજરાતના માંડવી બીચ પર જઈ શકો છો.જ્યાં પ્રવાસીઓની ઓછી ભીડ જોવા મળશે. માંડવી બીચ ફેમસ બીચ છે. અહિં તમને શાંતિ મળશે.

- Advertisement -

જો તમે ગુજરાતના ટ્રેડિશનલ લાઈફસ્ટાઈલને જાણવા માંગો છો, આમતો અનેક સ્થળો આવેલા છે. તમે સૂર્યમંદિરનું નામ પણ સાંભળ્યું હશે. જે ગુજરાતનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંથી એક છે. જે મોઢેરામાં આવેલું છે. અહિ તમે ફોટો શૂટ પણ કરી શકો છો.

પાટણની ગણના ગુજરાતના પ્રાચીન શહેરોમાં થાય છે. તેનો પાયો ચાવડા શાસકોએ નાખ્યો હતો. પાટણ લાંબા સમય સુધી ચાવડા શાસકોની રાજધાની હતી, પરંતુ તે 13મી સદીમાં નાશ પામી હતી. પછીથી અહીં એક નવું શહેર બનાવવામાં આવ્યું, પરંતુ તમને જુની ઈમારતો આજે પણ ખંડેર હાલતમાં જોવા મળે છે.સહસ્ત્રલિંગ તળાવ,જૈન મંદિરો,રાણી ની વાવ સહિત અનેક જોવા લાયક સ્થળો આવેલા છે.

- Advertisement -

લોથલ પ્રાચીન સિંધુ ઘાટીની સભ્યતાના શહેરોમાંથી એક મહત્વપૂર્ણ સ્થળ છે.તમને જણાવી દઈએ કે, અહિ પ્રવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જ્યાં તમે લોથલના ઈતિહાસને સમજી શકશો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અહિ રત્નો અને મોતી, ઘરેણાનો વ્યપાર પશ્ચિમ એશિયા તેમજ આફ્રિકા સુધી જતો હતો.

Share This Article