મહિલાઓ સુંદર લાગવા ઘણી બાબતો પર ધ્યાન આપતી હોય છે.

newzcafe
By newzcafe 3 Min Read

આઈબ્રો કરે છે પરેશાન? ફિકર નહીં આ રહ્યા ઉપાય


આઈબ્રો કરે છે પરેશાન? ફિકર નહીં આ રહ્યા ઉપાય


મહિલાઓ સુંદર લાગવા ઘણી બાબતો પર ધ્યાન આપતી હોય છે. ચહેરાની સુંદરતા માટે આંખ, હોઠ, નાક, ત્વચા સાથે આઈબ્રોનો શેપ પણ મહત્વનો છે. ખૂબ જ જાડી અથવા ખૂબ જ પાતળી આઈબ્રો ચહેરા પર તરત દેખાઈ આવે છે. ખાસ કરીને પાતળી આઈબ્રો ધરાવતી મહિલાઓ તેને જાડી કરવા મથતી હોય છે. તો જો તમારી પણ આઈબ્રો પાતળી હોય તો આ રહ્યા ઉપાયો. ડોન્ટ વરી…આજથી અજમાવવાનું કરો શરૂ.


એલોવેરા જેલ: આઇબ્રોને જાડી અને ડાર્ક કરવા માટે એલોવેરા જેલ સૌથી બેસ્ટ છે. એલોવેરા જેલની મદદથી તમે આઇબ્રોને ડાર્ક કરી શકો છો.


નારિયેળ તેલ લગાવો: કોકોનટ ઓઇલ તમારી આઇબ્રોને જાડી અને ડાર્ક કરવાનું કામ કરે છે. તમારી આઇબ્રો બહુ પાતળી છે તો તમે દિવસમાં બેથી ત્રણ વાર કોકોનટ ઓઇલ લગાવો. કોકોનટ ઓઇલ લો અને હુંફાળુ ગરમ કરી લો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો. આ રીતે તમે રેગ્યુલર મસાજ કરો છો તો આઇબ્રો જાડી અને ઘટ્ટ થશે. કોકોનટ ઓઇલ સ્કિન માટે પણ સારું છે.


કાચુ દૂધ: પાતળી આઇબ્રોને કાળી અને ભરાવદાર કરવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. આ માટે કોટનના બોલની મદદથી કાચુ દૂધ લો અને આઇબ્રો પર મુકી રાખો. આ નુસખો તમારે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં કરવાનો રહેશે. આમ કરવાથી આઇબ્રો થિક થશે.


ડુંગળીનો રસ: ડુંગળીનો રસ સ્કિન અને વાળ માટે ઘણો કામનો સાબિત થઈ શકે તેમ છે. ડુંગળીના રસથી તમે પાતળી આઇબ્રોને ડાર્ક અને જાડી કરી શકો છો. ઘણાં લોકોને આઇબ્રોમાં ખાંચો પડતો હોય છે જેના કારણે ઘણાં સલુનમાંથી તમને કોઇ ઓઇલ લગાવવાનું પણ સજેસ્ટ કરતા હોય છે. પરંતુ તમે ડુંગળીનો રસ લગાવવાનું શરૂ કરી દેશો તો મસ્ત થઇ જશે. આ માટે એક બાઉલમાં ડુંગળીનો રસ લો અને એને ઇયર બડ્સ કે આંગળીની મદદથી આઇબ્રો પર લગાવો. આમ કરવાથી તમને અઠવાડિયામાં જોરદાર રિઝલ્ટ જોવા મળશે.


ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો: આઇબ્રોનો ગ્રોથ ફટાફટ વધારવા માટે તમે ઓલિવ ઓઇલની મદદ લઇ શકો છો. ઓલિવ ઓઇલ તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં આઇબ્રો પર લગાવો છો તો મસ્ત થઇ જાય છે. તમે આ ઓઇલ દરરોજ આઇબ્રો પર લગાવશો તો ચહેરા પર તેનું પરિણામ સૌને દેખાશે.

Share This Article