ખાલી પેટ ઘી અને પાણી પીવાથી શરીર પર કેવી અસર થઇ શકે? જાણો
માસ્ટર શેફ ફાઈનલિસ્ટ કૃતિ ધીમાએ કહ્યું કે તેની સ્કિન પહેલા કરતા વધુ ગ્લોઈંગ થઇ છે અને તેના વાળની સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે. આ ઉપરાંત તેણે દાવો કર્યો હતો કે ઘી ખાવાથી તેનું વજન વધતું નથી કે ઓછું થતું નથી અને તેને ખાલી પેટે ખાવાથી નાસ્તામાંથી સુગરની માત્રા ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ એક્સપર્ટ શું કહે છે? જાણો
ભારતીય રસોડામાં ઘી (Ghee) અનિવાર્ય છે. ઘી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. શિયાળામાં ઘી ખાવાથી ઘા લાભ થઇ શકે છે. તાજતેરમાં માસ્ટરશેફ ઈન્ડિયાની સેમી ફાઈનલિસ્ટ કૃતિ ધીમાને ઈન્સ્ટાગ્રામ વિડીયોમાં એક કપ ગરમ પાણીમાં એક ચમચી ઘી ઉમેરીને દરરોજ સવારે ખાલી પેટ પીવાના ફાયદાઓ શેર કર્યા છે. અહીં જાણો સવારે ખાલી પેટ ઘી અને પાણી પીવાથી શરીર પર કેવી અસર થઇ શકે? અહીં જાણો
માસ્ટર શેફ ફાઈનલિસ્ટ કૃતિ ધીમાએ કહ્યું કે તેની સ્કિન પહેલા કરતા વધુ ગ્લોઈંગ થઇ છે અને તેના વાળની સ્વાસ્થ્યમાં થોડો સુધારો થયો છે. આ ઉપરાંત તેણે દાવો કર્યો હતો કે ઘી ખાવાથી તેનું વજન વધતું નથી કે ઓછું થતું નથી અને તેને ખાલી પેટે ખાવાથી નાસ્તામાંથી સુગરની માત્રા ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ એક્સપર્ટ શું કહે છે? જાણો
ખાલી પેટ ઘી પાણી પીવાથી શું થાય
ડાયટિશિયન જીનલ પટેલ કહે છે કે ઘીનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, પેટનું ફૂલવું અથવા કબજિયાતમાં મદદ મળે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમાં ઘીનું પાણી ખૂબ જ લોકપ્રિય છે. ત્વચામાં કોલેજન વધારવા, રોગપ્રતિકારક શક્તિ અને ઊર્જા વધારવા માટે ઘી મહત્વપૂર્ણ છે. પટેલે એવું પણ સૂચન કર્યું હતું કે ઘી સારું છે પરંતુ તેનું ઓછું સેવન કરવું જોઈએ.
હૈદરાબાદના ડાયેટિશિયન ડૉ. બિરાલી શ્વેતાએ જણાવ્યું હતું કે ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવું એ આયુર્વેદિક પ્રથા છે, પરંતુ તેના ફાયદા વિશેના દાવાઓને સમર્થન આપવા માટે મર્યાદિત વૈજ્ઞાનિક પુરાવા છે. ઘી પાચન સુધારે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તે પાચનમાં પણ મદદ કરે છે. જો કે તેઓએ સ્પષ્ટ કર્યું કે ઘી સાથે ગરમ પાણી પીવાના સ્વાસ્થ્ય લાભોને સમર્થન આપવા માટે બહુ ઓછા પુરાવા છે.
ઘીમાં સંતૃપ્ત ચરબી હોય છે. તેથી, ઉચ્ચ કોલેસ્ટ્રોલ અથવા હૃદયની સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓએ સાવધાની સાથે સેવન કરવું જોઈએ. ડો.બિરાલીએ જણાવ્યું હતું કે વધારાની ચરબીથી વજન વધી શકે છે. ઘીનું પાણી પ્રમાણસર પીવામાં કંઈ ખોટું નથી. જો કે, જેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ હોય તેઓએ તેને ડૉક્ટરની સલાહ પર જ પીવું જોઈએ.