અમેરિકાએ તેમના દેશમાં ગેરકાયદે રહેતા ભારતીયોની ચોથી ફ્લાઈટ મોકલી છે. આ વખતે પંજાબીને બદલે અમેરિકાનું આર્મી પ્લેન દિલ્હીમાં લેન્ડ થયું હતું.
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ચોથી ફ્લાઈટ રવિવારે ભારત પહોંચી હતી. આ વખતે પચાસ લાખ રૂપિયા ખર્ચીને અને જીવ જોખમમાં મુકીને ડંકી માર્ગેથી અમેરિકામાં પ્રવેશેલા લોકોની રિટર્ન ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. યુએસ એરફોર્સનું એક વિશેષ વિમાન દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. આ તમામ દેશનિકાલ કરાયેલા ભારતીયોમાંથી ચાર પંજાબમાંથી આવે છે. તેમાંથી બે ગુરદાસપુરના રહેવાસી છે, જ્યારે પટિયાલા અને જલંધરનો એક-એક યુવક પોતાના ઘરે પરત ફર્યો છે.
ભગવંત માને લગાવ્યા આક્ષેપો
નોંધનીય છે કે, પંજાબના લોકો અમેરિકા અને કેનેડામાં રહેવા માટે સૌથી વધુ ઇચ્છુક જોવા મળ્યા હતા. આ પછી ગુજરાત સહિત દેશના બાકીના રાજ્યોનો નંબર આવે છે. પંજાબના સીએમ ભગવંત માને આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર પંજાબને બદનામ કરવા અને તેનું નામ કલંકિત કરવા માટે જાણી જોઈને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ ભારતીયોથી ભરેલી ફ્લાઈટ્સ પંજાબમાં ઉતારી રહી છે. ભગવંત માને કહ્યું હતું કે, યુએસ એરફોર્સના વિમાનોને દિલ્હી અથવા અન્ય રાજ્યમાં લેન્ડ કરવા જોઈએ.
5 ફેબ્રુઆરીએ પ્રથમ ફ્લાઈટ અને 23 ફેબ્રુઆરી આવી ચૌથી ફ્લાઈટ
અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ચોથી ફ્લાઈટ આજે દિલ્હી પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ પનામા થઈને ભારત પરત ફર્યા છે. 12માંથી ચાર પંજાબના અમૃતસરમાં તેમના ઘરે ગયા હતા. નોંધનીય છે કે, અમેરિકાથી દેશનિકાલનો પ્રથમ રાઉન્ડ 5 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો, જ્યારે ભારતીયોનું એક જૂથ અમેરિકાના સૈન્ય વિમાન દ્વારા બેડીઓ અને સાંકળોમાં અમૃતસર પહોંચ્યું હતું. તેમાં 104 ભારતીયો હતા.
પૂરી કરવામાં આવશે માંગ
ભારતીયો સાથે દુર્વ્યવહાર અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, દેશનિકાલ કરાયેલા લોકો સાથે દુર્વ્યવહાર ન થાય તે માટે કેન્દ્ર યુએસ સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવી કોઈ નવી વાત નથી અને આ કામ વર્ષોથી ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ હેઠળ દેશનિકાલ કરાયેલા લગભગ 300 ઈમિગ્રન્ટ્સને પનામાની એક હોટલમાં રાખવામાં આવ્યા છે. ત્યાંથી અમેરિકાના અધિકારીઓ તેમને તેમના ઘરે પાછા મોકલવાનું કામ કરી રહ્યા છે.
ટ્રમ્પનું નિવેદન
ટ્રમ્પે દસ્તાવેજ વગર વિદેશી નાગરિકોના સામૂહિક દેશનિકાલના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, ‘અમેરિકા કોઈ ધર્મશાળા કે અનાથાશ્રમ નથી. વહીવટીતંત્ર વિશ્વભરના છેતરપિંડી કરનારાઓ અને અપ્રમાણિક લોકોને તેમના ઘરે મોકલી રહ્યું છે. આ રીતે દેશના દલદલમાંથી પાણી કાઢવાનું અને તેને પુલ બનાવવાનું કામ થઈ રહ્યું છે.