અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે.
અમદાવાદઃ આવતીકાલે મહાશિવરાત્રિનું પર્વ છે. આ સાથે 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે. અમદાવાદના સ્થાપના દિવસના દિવસે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે. 6.25 કિલોમીટર લીંબા આ નગરયાત્રા સવારે 7.30 કલાકે શરૂ થશે. અમદાવાદના મેયર નગરયાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ દરમિયાન કેટલાક રસ્તાઓ પણ બંધ રહેવાના છે. તમે પણ જાણો નગરચર્યાનો રૂટ સહિત દરેક માહિતી.
કેટલા વાગે શરૂ થશે નગરયાત્રા
નગરદેવી ભદ્રકારી માતાની નગરયાત્રાનો પ્રારંભ સવારે 7.30 કલાકે થશે. સવારે 7.45 કલાકે યાત્રા મંદિર પરિસરમાં હશે. ત્યારબાદ સવારે 8 કલાકે ત્રણ દરવાજા, 8.30 કલાકે માણેકચોક, 9 વાગ્યા અમદાવાદ મહાનગર પાલિકા ઓફિસ, 9.30 કલાકે ખમાસા રોડ, 10 વાગ્યે જબલપુર જગન્નાથ મંદિર, 11 કલાકે સાબરમતી રિવરફ્રંટ પાસે, 11.30 કલાકે રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, 12 કલાકે લાલ દરવાજા વસંત ચોક, 12.30 કલાકે લાલ દરવાજા વીજળી ઘર અને 12.45 કલાકે બહુચર માતા મંદિર ભદ્ર પરિસરમાં નગરયાત્રા સંપન્ન થશે.
મેયર કરાવશે પ્રસ્થાન
અમદાવાદના મેયર આ નગરયાત્રાની પહિંદવિધિ કરાવશે. સવારે 7 કલાકે માતાજીની આરતી અને પૂજા થશે. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે મેયર પહિંદવિધિ કરાવશે. આ નગરયાત્રા મંદિર પરિસરથી ત્રણ દરવાજા થઈ માણેકચોકમાં માણેકનાથ દાદાની આરતી કરવામાં આવશે. આ નગરયાત્રા કોર્પોરેશન પહોંચશે ત્યાં કમિશનર સહિતના અધિકારીઓ આરતી ઉતારશે.
નગરદેવીની નગરયાત્રા દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે અમદાવાદમાં કેટલાક રસ્તાઓ પણ બંધ રહેવાના છે. આ યાત્રા સવારે 7 કલાકથી શરૂ થવાની છે. આ દરમિયાન ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવાની પોળથી અમદાવાદ કોર્પોરેશન, ખમાસા જમાલપુર જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલી, રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર, લાલ દરવાજાથી વીજળી ઘર તરફથના તમામ રસ્તાઓ અવરજવર માટે બંધ રહેવાના છે. આ સાથે લાલ દરવાજા ભદ્ર બજાર, માણેકચોકની સોની બજાર સહિતની અન્ય બજારો પણ બપોર સુધી બંધ રહેશે.
નગરયાત્રાના રૂટના કાર્યક્રમો
7.30 વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
7.45 વાગે લક્ષ્મી માના પંજાની આરતી
8.00 વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
8.30 વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
9.00 વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
9.45 વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
10.30 વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
11.15 વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
12.00 વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
12.30 વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
1.00 વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
1.30 વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો