અમદાવાદ: ખેડા-અમદાવાદ હાઇવે પર 1 કરોડ રૂપિયાની લૂંટ, પોલીસ તપાસમાં લાગી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

વડાલા-પટિયા નજીકના પુલ પર ઘટના

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. મંગળવારે ખેડા-અમદાવાદ હાઇવે પર વડાલા પાટિયા પાસેના પુલ પર 1 કરોડ રૂપિયાની લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અનાજના વેપારી પાસેથી કારમાં આવેલા ચાર લોકોએ 1 કરોડ રૂપિયા લૂંટી લીધા બાદ પોલીસે ફરાર લૂંટારુઓની તપાસ શરૂ કરી છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે (21 જાન્યુઆરી) ના રોજ ખેડાના વડાલા નજીકના પુલ પર કારમાં આવેલા કેટલાક બદમાશોએ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવી હતી. અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા લૂંટીને લૂંટારુઓ ભાગી ગયા. નડિયાદ બેંકમાંથી પૈસા ઉપાડીને વેપારી રિક્ષામાં અમદાવાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટની ઘટના બની. આ લૂંટ ઇકો-કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોએ કરી હતી.

Share This Article