અમિત શાહે સુષ્મા ભવનનું ઉદ્ઘાટન કર્યું

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

નવી દિલ્હી, 4 જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે રાજધાનીમાં વર્કિંગ વુમન હોસ્ટેલ ‘સુષ્મા ભવન’ના નવા બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના નામ પર રાખવામાં આવેલ આ સુવિધાનો ઉદ્દેશ્ય કામ કરતી મહિલાઓને સુરક્ષિત અને પ્રતિષ્ઠિત આવાસ પ્રદાન કરવાનો છે, જે મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.

- Advertisement -

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના વારસાની પ્રશંસા કરતા શાહે ભારતીય રાજકારણ અને મહિલા સશક્તિકરણમાં તેમના યોગદાનને હાઇલાઇટ કર્યું હતું.

સ્વરાજે 1998માં થોડો સમય દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

- Advertisement -
Share This Article