Bihar News: બિહારમાં ભયાનક આગ, 50થી વધુ ઘરો ભસ્મીભૂત, 5ના મોત, 15 બાળકો લાપતા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Bihar News: બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં એક દલિત વિસ્તારમાં 50 મકાનોમાં ભયાનક આગ લાગી છે. રામપુરમ ગામમાં લાગેલી આગમાં પાંચ માસૂમ બાળકોના મોત અને 15 બાળકો ગુમ થયા છે. ભીષણ આગની ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે. બાળકોના મોતના કારણે ગામ ગમગીનીમાં છવાઈ ગયું છે.

એક જ પરિવારના ત્રણ બાળકોના મોત

- Advertisement -

મળતા અહેવાલો મુજબ, આગ પહેલા એક મકાનમાં લાગી, ત્યારબાદ આસપાસના અનેક મકાનમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું, જોકે આગ વિકરાળ હોવાથી કંઈપણ કરી શકવું અશક્ય હતું.

TAGGED:
Share This Article