Bihar News:  બિહારમાં ભયંકર ઘટના: પોલીસ કોન્સ્ટેબલે સ્ટેશનમાં જ સાથી જવાનને 11 ગોળીથી ઠાર માર્યો!

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Bihar News: બિહારના બેતિયા પોલીસ લાઈનમાં શનિવારે (19મી એપ્રિલ) રાતે એક ભયાનક ઘટના બની હતી. જેના કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર પોલીસ લાઈનમાં તહેનાત કોન્સ્ટેબલ સર્જીતે તેની ઈન્સાસ રાઈફલ વડે સહકર્મી સોનુ કુમાર પર તાબડતોબ 11 ગોળીઓ વરસાવી હતી જેના લીધે સોનુ ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.

આ ઘટના ગત રાતે લગભગ 10 વાગ્યે બની હતી, જ્યારે મોટાભાગના જવાનો ડ્યુટી પરથી ઘરે પાછા ફરીને આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેરેકમાં અચાનક ગોળીઓનો અવાજ સંભળાયો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ તેની રાઈફલ લઈને પોલીસ લાઈનની છત પર ચઢી ગયો હતો જેના કારણે જવાનો અને અધિકારીઓમાં દહેશત ફેલાઈ હતી.

- Advertisement -

 રાઈફલ લહેરાવતો રહ્યો…

આરોપી કોન્સ્ટેબલ ઘટનાને અંજામ આપ્યા બાદ સતત હથિયાર લહેરાવતો રહ્યો હતો અને તે આત્મસમર્પણ કરવાના મૂડમાં પણ નહોતો. પોલીસ અધિકારીઓએ તેને કાબૂમાં લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંતે પોલીસ કસ્ટડીમાં લઈને તેને મફસ્સિલ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એસડીપીઓ વિવેક દીપે તેમની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

Share This Article