Canada Shooting Incident: કેનેડામાં ભારતીય વિદ્યાર્થિનીની નિર્દય હત્યા: બસ સ્ટોપ પર સરજાહેર ગોળી મારી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Canada Shooting Incident: કેનેડામાં ભારતીયોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં એક યુવાનની હત્યા બાદ હવે એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

જાણો શું છે સમગ્ર મામલો

- Advertisement -

અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે.

આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.’

- Advertisement -

વિદ્યાર્થીને ગોળી કેવી રીતે લાગી?

હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ટભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું, કારણ કે કાળી કારમાં સવાર એક યુવકે સફેદ સેડાન પર ગોળીબાર કર્યો હતો. બસ સ્ટોપ પર ઉભેલી એક વિદ્યાર્થિની છાતીમાં ગોળી વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ગોળીબાર કરનાર આરોપીની શોધ કરી રહી છે.’

- Advertisement -

Share This Article