CBI Reveals Corruption In Army: ચંદીગઢની CBIએ રાજસ્થાનમાં સેનાના બિકાનેર કેન્ટમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો કર્યો છે. સેનાની બિકાનેર કેન્ટ યુનિટ-365માં સુરક્ષા ઉપકરણો તથા અન્ય સામાનના સપ્લાય માટે જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું, તેની પાસેથી સાડા ત્રણ ટકા કમિશન પેટે લાંચ લેવામાં આવી હતી. જેમાં બે ટકા કમિશન સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુરના ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર ઉમાશંકર કુશવાહા અને દોઢ ટકા કમિશન પ્રિન્સિપલ કંટ્રોલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સના અધિકારીઓમાં વહેંચાયું હતું. સૈન્યમાં સામેલ કુલ છ વિરૂદ્ધ તપાસ હાથ ધરાઈ હતી.
બે વર્ષ સુધી કરી તપાસ
સીબીઆઈએ આશરે બે વર્ષ સુધી આ મામલે સનાના અધિકારીઓ, જવાનો અને ચંદીગઢની એક કંપનીના માલિક વિરૂદ્ધ સીબીઆઈ કોર્ટ, ચંદીગઢમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં સીબીઆઈએ તમામ અધિકારીઓ, જવાનોની લાંચમાં ભૂમિકા અને કોલ રેકોર્ડિંગ્સ રજૂ કર્યા હતાં.
24.77 લાખનું ટેન્ડર આપવામાં કૌભાંડ
સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે, ચંદીગઢની એક કંપની એમએલ એજન્સીના માલિક જેએસ બેદીએ બિકાનેર યુનિટમાં રૂ. 24.77 લાખનું ટેન્ડર મેળવ્યું હતું. આ ટેન્ડર મેળવવા તેણે રૂ. 87000 લાંચ પેટે અધિકારીઓને આપ્યા હતા. સીબીઆઈએ બાતમીના આધારે આ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ યુનિટના અન્ય કામોના ટેન્ડર પ્રક્રિયાની તપાસ પણ હાથ ધરી છે.
આરોપીઓની યાદી
- જતિન્દર સિંહ બેદી, મુખ્ય આરોપી, પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર
- ઉમાશંકર પ્રસાદ કુશવાહા, ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ એડવાઈઝર, સાઉથ વેસ્ટર્ન કમાન્ડ, જયપુર
- વિજય નામા, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ, જયપુર
- રાજેન્દ્ર સિંહ, બિચોલિયા
- સંદીપસિંહ રાજપૂત, બિકાનેર યુનિટ 365માં નાયક
- દેવકુમાર વર્મા, હવાલદાર
- નંદલાલ મીણા, સિનિયર ઑડિટર, પીડીપીએ ઓફિસ, જયપુર
- મનોજ કુમાર બુરાનિયા, સિનિયર ઑડિટર, એલએઓ ઓફિસ, જેસલમેર
આ રીતે થયું કૌભાંડ
સીબીઆઈની ચાર્જશીટ અનુસાર, સેનાના બિકાનેર યુનિટ-265માં ચંદીગઢના એમકે એજન્સીને ફ્લેપ બેરિયર અને ફુલ હાઈ ટર્નસ્ટાઈલ ગેટ્સ તથા તેના સોફ્ટવેર-હાર્ડવેર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કંપનીએ મધસ્થીઓની મદદથી આઈએફએ ઉમાશંકર પ્રસાદ કુશવાહાને લાંચ આપી ટેન્ડર મેળવ્યો હતો. પોર્ટલના નિયમોને અનુસર્યા વિના જ તેણે રૂ. 24.77 લાખનું ટેન્ડર મેળવ્યું હતું. સેનાના વિવિધ કાર્યાલયોએ પણ આ કંપનીની ટેન્ડર ફાઈલ પર કોઈ વિરોધ કર્યો ન હતો.