Char Dham Yatra 2025: માત્ર 5 મિનિટમાં ફૂલ થયું કેદારનાથ હેલિકોપ્ટર બુકિંગ, જાણો IRCTCએ કેટલું ભાડું નક્કી કર્યું

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Char Dham Yatra 2025: ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરથી પણ દર્શન કરવા માટે કેદારનાથ લઈ જવામાં આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે, જેવી હેલિકોપ્ટર બુકિંગ સેવાની શરુઆત થઈ તેની પાંચ જ મિનિટમાં 35 હજાર ટિકિટ બુક થઈ ગઈ હતી.

પહેલીવાર ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી સરકારે IRCTC એ હેલિકોપ્ટર ટિકિટ બુકિંગની જવાબદારી આપવામાં આવી છે. અત્યાર સુધી ટિકિટ ફક્ત હેલિકોપ્ટર કંપનીઓ પાસેથી જ બુકિંગ કરાવી શકાતી હતી. મંગળવારના રોજ 12 વાગે હેલિકોપ્ટર બુંકિંગની સેવાની શરુઆત થઈ હતી અને 12: 05 વાગ્યે સ્ક્રીન પર ‘નો રૂમ’ જોવા મળ્યું હતુ. એટલે કે તમામ ટિકિટો 5 મિનિટમાં બુક થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.

- Advertisement -
Share This Article