Chhattisgarh Naxal Surrender: છત્તીસગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના થોડા કલાક પહેલાં જ બીજાપુર જિલ્લામાં 50 નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. જેમાં 14 પર કુલ રૂ. 68 લાખનું ઈનામ હતું. સીઆરપીએફ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. નક્સલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ હથિયાર ફેંકી સરન્ડર કર્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર સરન્ડર કરનારા 50 લોકોમાંથી છ પર આઠ-આઠ લાખનું ઈનામ હતું. જ્યારે અન્ય ત્રણ પર પાંચ-પાંચ લાખ અને અન્ય પાંચ નક્સલીઓ પર એક-એક લાખ રૂપિયાનું ઈનામ સુરક્ષા કર્મીઓએ જાહેર કર્યું હતું.
આ કારણોસર કર્યું સરન્ડર
સરન્ડર કરનારા નક્સલીઓએ પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)ના વરિષ્ઠ કાર્યકરો દ્વારા પોકળ અને અમાનવીય માઓવાદી વિચારધારા, આદિવાસીઓનું શોષણ અને ચળવળમાં વધતા જતા મતભેદોને ટાંકીને સરન્ડર કર્યું હોવાનું જણાવ્યું છે.