DRDO Tests Laser Based Weapon System: ભારતનું લેસર કમબેક: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ‘સ્ટાર વોર્સ’ જેવું હથિયાર!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

DRDO Tests Laser Based Weapon System: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે ભારત હાઈ-પાવર લેસર હથિયારો ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતે કર્નૂલની નેશનલ ઓપન એર રેન્જમાં એમકે-2(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ સાથે આ સિદ્ધિ મેળવી છે.

સંરક્ષણ ક્ષેત્રે ડીઆરડીઓની વધુ એક કમાલ

- Advertisement -

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ આપીલે માહિતી અનુસાર, કર્નૂલની નેશનલ ઓપન રેન્જમાં રવિવારે (13મી એપ્રિલ) એમકે-2(એ) લેસર ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ કરાઈ હતી. જેણે મિસાઈલ, ડ્રોન અને નાના પ્રોજેક્ટાઈલ્સને તોડી પાડ્યા હતા. એમકે-2(એ) ડીઈડબલ્યુ સિસ્ટમે અનેક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા અને દુશ્મનના સર્વેલન્સ સેન્સર અને એન્ટેનાને તોડી પાડ્યા, તેમાં વીજળી જેવી ઝડપ, ચોક્સાઈ અને કેટલીક સેકન્ડમાં ટાર્ગેટને તોડી પાડવાની તાકાત છે. આ સફળતાએ ભારતને અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની વિશેષ ક્લબમાં મૂકી દીઘું છે. આ દેશો હાઈ-પાવર લેસર ડીઈડબલ્યુ ટેક્‌નોલોજી ધરાવે છે.

ડીઆરડીઓના ચેરમેન સમીર વી. કામતે કહ્યું કે, ‘અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આવી ક્ષમતા છે. ઈઝરાયેલ પણ હજુ આ દિશામાં કામ કરી રહ્યું છે. ભારત દુનિયામાં ચોથો અથવા પાંચમો દેશ છે, જેણે લેસર ટેક્‌નોલોજીથી સજ્જ હથિયાર સિસ્ટમ દર્શાવી છે. ડીઆરડીઓ એવી અનેક ટેક્નોલોજી પર કામ કરી રહી જે આપણને સ્ટાર વોર્સ જેવી ક્ષમતા આપશે. આ તો હજી શરૂઆત છે. અમે હાઈ-એનર્જી માઈક્રોવેવ્સ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ જેવી સિસ્ટમ પર પણ કામ કરીએ છીએ. આ બધી જ હથિયાર સિસ્ટમ આપણને સ્ટાર વોર્સ જેવી ટેકનોલોજી આપશે.’

- Advertisement -
Share This Article