5600 કરોડનું ડ્રગ્સ દિલ્હીમાં ઝડપાયું

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

નવી દિલ્હી, તા. 2 : દિલ્હી પોલીસના ખાસ વિભાગે આજે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટોળકીનો પર્દાફાશ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 5600 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું પ60 કિલો કોકેઈન અને 40 કિલો થાઈ મેરીજુઆના એટલે કે ગાંજો જપ્ત કર્યાં હતાં. પોલીસે આ સંદર્ભમાં ચાર આરોપીની ધરપકડ કરી છે અને તપાસ આરંભી છે.

MD drugs

- Advertisement -

અમુક મીડિયા અહેવાલ મુજબ પકડાયેલા નશીલા પદાર્થોની કિંમત લગભગ પાંચ હજાર કરોડ જેટલી છે. દિલ્હીમાં પહેલીવાર આટલી કિંમતનું કોકેઈન પકડાયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સી.પી. પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ કૌભાંડ મધ્યપૂર્વથી એક ડ્રગ હેન્ડલર દ્વારા ચલાવવામાં આવતું હતું. ભારતમાં તેનો મુખ્ય રિસીવર તુષાર ગોયલ છે. ગોયલ અને તેના બે સાથી હિમાંશુ અને ઔરગંઝેબ તેમજ મુંબઈના કુર્લાથી આવેલા ભરત જૈનની ધરપકડ કરાઈ છે, તેમના કબજામાંથી પ62 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો થાઈ ગાંજો જપ્ત કરાયા છે.

અલગ-અલગ શહેરોમાંથી આ ડ્રગ્સ દિલ્હી પહોંચ્યું હતું. અમુક ડ્રગ્સ અનાજની બોરી જેવાં સાધનોમાં તો અમુક ડ્રગ્સ બ્રાન્ડેડ શર્ટના કવરમાં રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલો લગભગ 10 રૂપિયા કિલો, જ્યારે થાઈ મેરીજુઆનાની કિંમત 40થી પ0 લાખ રૂપિયા છે. તુષાર ગોયલ ઘણા સમયથી અમારા રડારમાં હતો અને તેનો મુખ્ય હેન્ડલર દુબઈ પાસે ક્યાંક છે. તે કોકેઈનની ડિલિવરી કરવા માટે આવ્યો હતો, ત્યારે જ આ તમામને દબોચી લેવામાં આવ્યા હતા. હાલમાં તેમની પૂછપરછ થઈ રહી છે. નાર્કો ટેરર એન્ગલથી પણ તપાસ થઈ રહી છે.

- Advertisement -
Share This Article