ED Raid on George Soros OSF: EDની મોટી કાર્યવાહી, જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને NGO પર બેંગલુરુમાં દરોડા

Arati Parmar
By Arati Parmar 3 Min Read

ED Raid on George Soros OSF: ED (Enforcement Directorate)એ અમેરિકાના અરબપતિ જ્યોર્જ સોરોસ સમર્થિત સંગઠન OSF (ઓપન સાસાઇટી ફાઉન્ડેશન) અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે. ઈડીએ મંગળવારે (18 માર્ચ) બેંગલુરૂમાં OSF અને તેની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતાં. આ દરોડા FEMA ( Foreign Exchange Management Act) કાયદાના ઉલ્લંઘનના આરોપમાં હતાં.

FEMA નું ઉલ્લંઘનનો આરોપ

- Advertisement -

મળતી માહિતી મુજબ, ફેમા કાયદાના ઉલ્લંઘનના આરોપમાં ઈડીએ OSF અને અમુક અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. OSF અમેરિકાના બિઝનેસમેન જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત સંગઠન છે. આરોપ છે કે, OSF એ અનેક સંગઠનોને ફંડિગ કરી છે અને આ ફંડિંગના ઉપયોગમાં ફેમા કાયદાના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, હજુ સુધી ઈડીની કાર્યવાહી પર OSF દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું.

જ્યોર્જ સોરોસ પર ગંભીર આરોપ

હંગરી મૂળના અમેરિકન જ્યોર્જ સોરોસ અને તેમના સંગઠન OSF પર ભારતના હિત વિરૂદ્ધ કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અદાણી-હિંડનબર્ગ મામલે પણ જ્યોર્જ સોરોસની ભૂમિકાને લઈને ગંભીર સવાલ ઊભા થયા હતા. જ્યોર્જ સોરોસે વર્ષ 1999માં OSF ની શરૂઆત કરી હતી. સત્તાધારી પક્ષના લોકોએ આરોપ લગાવ્યો છે કે, જ્યોર્જ સોરોસના સહયોગથી કોંગ્રેસ પાર્ટી ગેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યોર્જ સોરોસ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિમાંથી એક છે અને 7.2 અરબ ડોલર એટલે 61 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

ભારતમાં વિવાદોમાં રહ્યાં જ્યોર્જ સોરોસ

અમેરિકન અબજપતિ જ્યોર્જ સોરોસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે રાજકારણને આકાર આપવામાં અને સત્તા પરિવર્તન માટે પોતાના ધન અને પ્રભાવનો ઉપયોગ કરે છે. તેમણે 2020માં રાષ્ટ્રવાદના પ્રસાર રોકવા માટે એક નવા યુનિવર્સિટી નેટવર્ક માટે 1 બિલિયન ડોલરના ભંડોળની જાહેરાત કરી હતી. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગની અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ ટીકા કરી છે. 2020માં સોરોસે દાવોસમાં WEF (World Economic Forum) માં એક કાર્યક્રમને સંબોધિત કરતાં મોદી સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, રાષ્ટ્રવાદ આગળ વધી રહ્યો છે અને આ ભારતમાં સૌથી મોટા ઝટકાની જેમ છે.

ત્યારબાદ આ જ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યોર્જ સોરોસ અદાણી-હિંડનબર્ગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતાની ટિપ્પણી બાદ ભારતમાં વિવાદોમાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્યારે સોરોસ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, અબજોપતિ સોરોસ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાને કમજોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Share This Article