European Union Wants India to Remove Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા બાદ ‘ટ્રેડ વોર’ નું સંકટ વધી ગયું છે. આ દરમિયાન યુરોપીય યૂનિયન ઈચ્છે છે કે, ભારત લાંબા સમયથી પડતર ટ્રેડ કરારના ભાગ રૂપે કારની આયાત પરના ટેરિફને દૂર કરે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે તેમની વાતચીતને અંતિમ રુપ આપવા માટે પ્રસ્તાવને વધુ સરળ બનાવવા માટે તૈયાર છે.
એક રિપોર્ટ પ્રમાણે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત ટેરિફને 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા તૈયાર છે. આવું ત્યારે થાય જ્યારે ઈન્ડસ્ટ્રીઝ આ વાતનું લોબિંગ કરી રહ્યો છે કે ભારતે લઘુત્તમ 30 ટકા ટેરિફ જાળવી રાખવો જોઈએ. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓની સુરક્ષા માટે આગામી ચાર વર્ષ સુધી ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યુટીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં.
ઇલેક્ટ્રિક વાહનો સહિત કાર પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાની માંગ
યૂરોપીય સંઘ (EU) દ્વારા કારની આયાત પર ટેરિફ સમાપ્ત કરવાની માંગ એવા સમયે કરવામાં આવી છે, જ્યારે થોડા સમય પહેલા જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટોના ભાગ રૂપે ઇલેક્ટ્રિક વાહનો સહિત કાર પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાની માંગ કરી હતી, જેથી સ્થાનિક કાર ઉત્પાદકો પર દબાણ વધી ગયું હતું. ટેરિફને લઈને હવે ભારતની પણ સમસ્યા વધી છે.
આ કારો થઈ શકે છે સસ્તી
ટેરિફમાં ઘટાડો થવાથી વોક્સવેગન, મર્સિડીઝ-બેન્ઝ અને બીએમડબ્લ્યુ જેવા યુરોપિયન કાર ઉત્પાદકો માટે એક મોટી જીત હશે, જે ભારતમાં તેમનો વિસ્તાર વધશે. આ ઈલોન મસ્કની ટેસ્લા માટે પણ જીત હોઈ શકે છે, જે આ વર્ષે ભારતમાં આયાતી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ શરૂ કરશે. જો સરકાર ટેરિફ ઘટાડવાનો નિર્ણય લે છે, તો ભારતમાં આ કારોની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે.
ઉદ્યોગ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા પ્રમાણે ‘યૂરોપીય સંઘે વધુ સારા સોદા માટે વિનંતી કરી છે અને ભારત પણ વધુ સારી ઓફર કરવા ઈચ્છે છે.’ આ ઉપરાંત ભારતના વાણિજ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે એક બેઠકમાં મોટા ઉદ્યોગ મંત્રાલયના અધિકારીઓ અને ઓટો ઉદ્યોગના પ્રતિનિધિઓને EUની માંગણીઓ અને ભારતના વલણ અંગે જાણકારી આપી હતી.
ભારત 4 મિલિયન યુનિટનું બજાર છે
ભારતનું 4 મિલિયન યુનિટ પ્રતિ વર્ષ કાર બજાર વિશ્વભરમાં સૌથી મોટુ છે અને સ્થાનિક કાર ઉત્પાદકોએ દલીલ કરી છે કે, ટેરિફમાં તીવ્ર ઘટાડાથી આયાત સસ્તી થતાં સ્થાનિક ઉત્પાદનમાં રોકાણને ખત્મ થઈ જશે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓએ ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો પર આયાત જકાત ઘટાડવા સામે લોબિંગ કર્યું છે. તેમનું કહેવું છે કે, તેનાથી એવા ક્ષેત્રને નુકસાન થશે જેમાં તેમણે મોટુ રોકાણ કર્યું છે અને વધુ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.
જો કે, હજુ એ વાત સ્પષ્ટ નથી કે, ભારતે EU સમક્ષ 10 ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે કે નહીં, પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક વેપાર યુદ્ધના ભય અને ટ્રમ્પના મોટા ટેરિફ વધારાને કારણે મંદીની અસરને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વાટાઘાટોને સ્થાન છે.