સાળંગપુરમાં દર્શન કરવા પરિવાર નવું હેલિકોપ્ટર ખરીદીને પહોંચ્યા, પૂજા બાદ પહેલી ઉડાન ભરી

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

અત્યાર સુધીમાં તમે ખાનગી કાર કે બાઈક ખરીદીને મંદિરે પૂજન કરવા માટે જાય છે.. ત્યારે આ વખતે દાદાના ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈને પહોંચી ગયો સાળંગપુર,,, આ હરિભક્તે હેલિકોપ્ટર ખરીદતાં દાદાના દરબારમાં પહોંચ્યો હતો.. જ્યાં મહંતોએ હેલિકોપ્ટરની પૂજા વિધિ કરીને સંતોને હેલિકોપ્ટરમાં પણ બેસાડીને પ્રવાસ કરાવ્યો હતો.

સાળંગપુર ધામમાં ભક્તો પોતાની ગાડીને પ્રસાદીની કરવા આવતા હોય છે ત્યારે અમદાવાદના એક ભક્ત પોતાનું હેલિકોપ્ટર હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા. કષ્ટભંજન દેવના દરબારમાં એક પરિવાર પોતાનું નવું હેલિકોપ્ટર લઈને પૂજન માટે પહોચ્યા

- Advertisement -

સામાન્ય રીતે અનેક પરિવારો પોતાના ઘરે નવી કાર કે બાઇકની ખરીદી બાદ તેના પૂજન કરતા હોય છે. સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શને આવી, મહંતોના હસ્તે પૂજન વિધિ કરવી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે એક હરિભક્તે પોતાનું હેલિકોપ્ટર ખરીદતા દાદાના દરબાર માં સાળંગપુર પહોંચ્યો હતો.

હરિપ્રકાશદાસજી સ્વામીએ ભાવથી હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનો જળ છાંટી અને હેલિકોપ્ટરને પવિત્ર કર્યું. અને એમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. પૂજા બાદ હેલિકોપ્ટરે સાળંગપુરના આકાશમાં ચક્કર પણ લગાવ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, દાદાના દરબારમાં પોતાના વાહનોને પ્રસાદીના કરવા, પૂજા કરવા માટે હજારો ભક્તો આવે છે અને આનંદની લાગણી અનુભવે છે. કોઈપણ ભક્ત દાદાના દરબારમાં દુરસુદુરથી દર્શન કરવા માટે હેલિકોપ્ટેરમાં પણ આવી શકે છે જેના માટે મંદિર તરફથી ૨ હેલિપેડની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

ગુજરાતમાં હવે અનેક પરિવારો આર્થિક સમૃદ્ધ થતા હવે ખાનગી પ્લેન અને હેલિકોપ્ટર વસાવી રહ્યા છે. જે પણ દેશ અને લોકોની પ્રગતિને દર્શાવી રહ્યું છે.

- Advertisement -
Share This Article