Former ISRO Officer Found Begging in Shirdi:શિરડીમાં ભીખ માંગતા પકડાયા ઈસરોના નિવૃત્ત અધિકારી! જાણો પછી શું થયું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Former ISRO Officer Found Begging in Shirdi: સાઈનગર શિરડીમાં ભીખારીઓ સામેની ઝુંબેશ દરમ્યાન અંગ્રેજીમાં ભીખ માગતા એક શખસને તાબામાં લેવામાં આવતા તેણે દાવો કર્યો હતો કે તે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)નો નિવૃત્ત અધિકારી છે. સાઈબાબાના દર્શને આવતી વખતે નાસિકમાં આઈકાર્ડ, આધારકાર્ડ અને પૈસા સાથેની આખી બેગ ચોરાઈ જવાને કારણે તેમણે પૈસા માગવાનો વારો આવ્યો હતો.

શિરડીમાં ભીખારીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી

- Advertisement -

શિરડી પોલીસ, નગર પરિષદ અને સાઈ સંસ્થાન તરફથી બે દિવસ પહેલાં ભીખારીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે કડકડાટ ઈંગ્લિશ બોલતા કે.એસ. નારાયણ નામના શખસને પણ પકડવામાં આવ્યા હતા.

નાસિકમાં મારી બેગ ચોરાતા માગવી પડી ભીખ

- Advertisement -

પૂછપરછમાં તેમણે દાવો કર્યો હતો કે, તે કેરળના નિવાસી છે અને થોડા વખત પહેલાં જ ‘ઈસરો’ના અધિકારી તરીકે નિવૃત્ત થયા છે. તેમનો પુત્ર યુ.કે.માં અભ્યાસ કરે છે. એમ.કોમ. થયેલા નારાયણે આપવિતી જણાવી હતી કે, ‘હું આઠ દિવસ પહેલા નાસિક ગયો હતો. ત્યારે મારી બેગ, પૈસા અને આઈકાર્ડ ચોરાઈ ગયા. એ પછી હું ચાર-પાંચ દિવસ માટે શિરડી આવ્યો. મારી પાસે જે પણ પૈસા હતા તે પૂરા થઇ ગયા હોવાથી હું ભક્તો પાસે ભીખ માંગીને જીવતો હતો. આજે પોલીસે ભિખારીઓને પકડવાના અભિયાનમાં મારી ધરપકડ કરી હતી.’

આશ્ચર્યની વાત એ છે કે કે.એસ. નારાયણે પોલીસને જણાવ્યું હતું કે ‘ઈસરો’ના પી.એસ.એસ.વી., જી.એસ.એ.વી. અને ચંદ્રયાન મિશન વખતે તેઓ ‘ઈસરો’માં ફરજ બજાવતા હતા.

- Advertisement -

 

Share This Article