ICC ODI રેન્કિંગમાં ગિલ ટોચનું સ્થાન જાળવી રાખ્યું, કોહલી પાંચમા સ્થાને પહોંચ્યો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

દુબઈ, 26 ફેબ્રુઆરી: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ભારતને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓપનર શુભમન ગિલે ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

ગિલે અહીં બાંગ્લાદેશ સામે અણનમ ૧૦૧ અને પાકિસ્તાન સામે ૪૬ રન બનાવ્યા હતા. આનાથી તેને 21 રેટિંગ પોઈન્ટ મળ્યા અને હવે તેના 817 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે. પાકિસ્તાનનો બાબર આઝમ હવે બીજા સ્થાને તેના કરતા 47 પોઈન્ટ પાછળ છે, જ્યારે પહેલા આ અંતર 23 પોઈન્ટ હતું.

- Advertisement -

પાકિસ્તાન સામે અણનમ ૧૦૦ રન બનાવનાર વિરાટ કોહલી પાંચમા સ્થાને પહોંચી ગયો છે જ્યારે કેએલ રાહુલ ૧૫મા સ્થાને આવી ગયો છે.

પાકિસ્તાન સામે સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો વિલ યંગ આઠ સ્થાન ઉપર આવીને ૧૪મા સ્થાને પહોંચી ગયો છે જ્યારે ટોમ લેથમ ૧૧ સ્થાન ઉપર આવીને ૩૦મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે રચિન રવિન્દ્ર ૧૮ સ્થાન ઉપર ચઢીને ૨૪મા સ્થાને છે.

- Advertisement -

ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરી ચાર સ્થાન ઉપર આવીને ૫૦મા સ્થાને પહોંચ્યા છે જ્યારે જોશ ઇંગ્લિસ ૧૮ સ્થાન ઉપર આવીને ૮૧મા સ્થાને પહોંચ્યા છે.

બોલરોમાં, કેશવ મહારાજ અને મેટ હેનરી ટોચના પાંચમાં પ્રવેશ્યા છે અને એડમ ઝામ્પાએ ટોચના દસમાં પ્રવેશ કર્યો છે.

- Advertisement -
Share This Article