Hit And Run In Jaipur: જયપુરમાં નશાખોર ડ્રાઈવરનો કહેર: 9 લોકોને કચડ્યા, 3ના ઘટનાસ્થળે જ મોત

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Hit And Run In Jaipur: રાજસ્થાનના જયપુર નાહરગઢ વિસ્તારમાં સોમવારે (સાતમી એપ્રિલ) સાંજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અહીં એક બેકાબૂ SUV કારે રસ્તા પર ચાલી રહેલા અનેક ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે સાતથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કારચાલક નશામાં હતો

- Advertisement -

અહેવાલો અનુસાર, આ હિટ એન્ડ રનની ઘટના રાજસ્થાનના જયપુરના નાહરગઢ વિસ્તારમાં બની હતી, આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બેકાબૂ સફેદ કાર અનેક વાહનોને ટક્કર મારે છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલક ખૂબ જ નશામાં હતો.

હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે, ‘કારચાલક એટલો નશામાં હતો કે તે ભાનમાં નહોતો. તેણે પહેલા MI રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણાં લોકોને ટક્કર મારી હતી.’

- Advertisement -
Share This Article